વિનય મંદિર મને વ્હાલું
‘એ ફોર એપલ’ મને જ્યાં ભણવા મળ્યું,
X²-Y² સૂત્ર મને જ્યાં શીખવા મળ્યું.
જ્યાં શિક્ષકનું વર્તન પ્રેમથી
ભર્યું,
તે વિનય મંદિર મને સહુથી
વ્હાલું !
સુથારી, લુહારી, ટર્નીંગ , ફિટિંગ,
વેલ્ડિંગ અને વાયરિંગ સુધ્ધાં
કરી નાખ્યું.
ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઈંગ્લીશ સાથે,
મેટ્રીક અમે પાસ કરી નાખ્યું.
સમાજ નવ નિર્માણમાં અમે
ગાંધીજીને ભણી ગયા,
હિન્દી અને ગુજરાતીમાં ઈંગ્લીશ
અમે શીખી ગયા.
ભણાવી ભણાવીને મગજ નથી રાખ્યું
ખાલું,
મારુ વિનય મંદિર મને આજે પણ વ્હાલું !
(પંકજદાંડી)
No comments:
Post a Comment