ફેસબુકની અસરમાં
મેં કહ્યું, “અલી રાધા,
ટ્રેક કર તારા
કાનજીના મોબાઈલનું લોકેશન,
ને પૂછ ક્યારે
આવે છે વૃંદાવન?”
ઉત્તર મળ્યો, પંકજ ! ના પૂછ ક્યારે આવે છે,
હજુય જૂની યાદોના
મેસેજ મોકલી આપે છે.
ફેસબુક પર પોષ્ટ
કરે છે પ્રેમલીલાનું પોસ્ટર,
નથી માગતો હવે અમૂલનું
યોગર્ટ,
છાશ કે બટર.
તને ખબર નથી, કેટલાં મીઠાં છે એની
યાદોનાં ઝરણાં!
ક્યારેક ક્યારેક
તો જાગતી આંખોમાં જોઉં છું એનાં શમણાં.
મેં એટલું જ
કહ્યું;
“રાધા તારો જવાબ
મળ્યો જોરમાં,
તું જરૂર લાગે છે
વોટ્સએપ અને ફેસબુકની અસરમાં”.
(પંકજદાંડી)
No comments:
Post a Comment