33. ગાંધી અસ્થિ વિસર્જન
શુક્રવાર, તા. ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ ની સાંજે ૫. ૧૭ મિનિટે નાથુરામ ગોડસેની ત્રણ ગોળીથી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થઇ. આ
ઘટના બનતા વેંત તત્કાલીન ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે રેડિયો ઉપરથી જાહેરાત કરી કે; ‘ગાંધીજીની
હત્યા થઇ છે અને એ હત્યા કરનાર હિન્દુ છે.’ આમ હત્યારો
હિન્દુ હોવાની જાહેરાતથી કોમી રમખાણો થતાં રહી ગયાં. અંદાજે સાંજે છ વાગે રેડિયો
ઉપરથી આ જાહેરાત થઇ.
સમગ્ર દુનિયામાં આ ગોઝારા સમાચાર પહોંચી ગયા પરંતુ ભારતના
અંતરિયાળ ગામો હજુ અજાણ હતાં. દાંડી પણ તે પૈકીનું એક હતું. એનું કારણ ગરીબી એટલી
કે ત્યારે ખુબ આધુનિક ગણાતો રેડિયો વસાવવાની કોઈની શક્તિ ન હતી. દાંડીમાં કોઈની
પાસે પણ રેડિયો ન હતો આથી દાંડીના લોકો ગાંધીહત્યાના સમાચારથી વંચિત હતા.
આ સમયે ધીરુભાઈ પટેલની ઉમર અઢાર વર્ષની. નવસારી કોળી
આશ્રમમાં રહી તેઓ ભણતા હતા. તેમને આ સમાચાર મળ્યા. સાંજે લગભગ સાડા છ કે સાત
વાગ્યા હતા. શિયાળો હતો એટલે ઠંડી પણ ખરી
અને સૂર્યાસ્ત પણ વહેલો થાય. આ સમયે નવસારીથી દાંડી જવાનો એકજ વિકલ્પ હતો, તે
લગભગ ૧૬ કી.મી. ચાલતા દાંડી જવું. અને
ધીરૂભાઇએ આ વિકલ્પ પસંદ કર્યો.
કોળી આશ્રમ, નવસારીથી ધીરુભાઈ ચાલતા બોદાલી,
મછાડ, કરાડી, મટવાડ અને
સામાપુર થઇ દાંડી આવ્યા. લગભગ ત્રણ કલાક કરતાં વધારે સમય ચાલીને દાંડી પહોંચ્યા.
ત્યારે આખું દાંડી ઊંઘતું હતું કેમકે રાતના સાડા દસ વાગી ગયા હતા. છતાં ધીરુભાઈનો
સંદેશો ગામ આંખમાં માત્ર પંદર મિનિટમાં ફરી વળ્યો. કોઇપણ જાહેરાત વગર આખું ગામ
પ્રાથમિક શાળા પાસે ભેગું થઇ ગયું. શાંતિ પ્રાર્થના કરી ગામ લોકો ઉદાસ મને ઘરે
ગયા. ઘણા ત્યારે પણ રડતા હતા.
કોઈને પણ ઊંઘ ન આવી. બીજે દિવસે મટવાડના બંદર આગળ ખુબ મોટી
સભા થઇ. નવસારીમાં પણ શોક સરઘસ નીકળ્યું. હિન્દુ, પારસી
અને ક્રિશ્ચિયન પ્રાર્થનાઓ કરવામાં આવી.
મહાત્મા ગાંધીના પાર્થિવ શરીરને ૩૧મી જાન્યુઆરીના રોજ યમુના
કિનારે અગ્નિદાહ દેવાયો. તેમના અસ્થિ ૧૦મી ફેબ્રુઆરી, ૧૯૪૮
ના રોજ નવસારી આવ્યા. નવસારીમાં સરઘસ સાથે
શહેરભરમાં ફેરવીને વાયા કરાડી થઇ ૧૨મી ફેબ્રુઆરીએ દાંડી પહોંચ્યા. કરાડીના
સ્વાતંત્ર્ય સેનાની પાંચાકાકાને હસ્તે તેનું સમુદ્રમાં વિસર્જન થયું. આ તમામ
તસવીરો નીચે જોઈ શકાશે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|