28. ગાંધી સ્મારક
દાંડીકૂચ કરીને
મીઠાનો કાયદો તોડયો ત્યારે, ગાંધીજીને એવો ખ્યાલ ન હશે કે, ક્યારેક આ જગ્યાએ સ્મારક પણ બનશે. પરંતુ એમણે જરૂર કહ્યું હતું કે; નમક સત્યાગ્રહને કારણે દાંડી દુનિયાના નકશામાં
સ્થાન પામી ચૂક્યું છે.
ભાગલા પછી
ભારતની આર્થિક પરિસ્થિતિ ઘણી નાજુક હતી. તેમાં પાકિસ્તાન સાથે યુધ્ધ થયું. આઝાદી
બાદ નહેરુ સરકાર સામે ગરીબી, ભૂખમરો અને બેરોજગારી જેવી અનેક સમસ્યાઓ હતી. છતાં આઝાદીની લડતની યાદગીરી રૂપે કેટલાંક
સ્થળોએ સ્મારકો બનાવવાની શરૂઆત થઇ. દાંડી પણ આ પૈકીનું એક હતું.
દાંડી એક નાનું
ગામ. સગવડ નામે કશું જ નહીં. પરંતુ સહકારી ખેતી મંડળીએ બાંધી ગામની ફરતે આવતું ભરતીનું પાણી
રોક્યું, એટલે ગામની ભૂગોળ બદલાવી શરુ થઇ. 1955 થી નવસારી વાયા આટ, દાંડી બસ સર્વિસ પણ શરુ થઇ. સરકારી માણસોને દાંડી આવવાનું સરળ બન્યું.
મીઠાનો કાયદો
તોડયા પછી, જે વડની નીચે ગાંધીજીએ સભાને સંબોધી
હતી, ત્યાં સ્મારક બનાવવાનું નક્કી થયું. લગભગ કેન્દ્ર સરકારની આ યોજના
હતી. ગાંધીજી રામભક્ત હોવા છતાં સર્વ ધર્મ
સમભાવની નીતિ રાખતા હતા. આથી સ્મારકની ડિઝાઇનમાં હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, બૌદ્ધ વગેરે ધર્મનાં ચિન્હોને આવરી લેવાયાં. વડનાં ઝાડને નુકશાન ન પહોંચે એ ઈ રીતે બાંધકામ
થયું અને આખા વડના આખા ઝાડને સ્મારકની અંદર લઇ લેવામાં આવ્યું. ત્રણ તકતીઓ ઉપર
નીચે મુજબનાં લખાણ મુકાયાં.
તારીખ .. . ….. ના રોજ તત્કાલીન વડાપ્રધાન, પંડિત જવાહરલાલ નહેરુએ એનું ઉદઘાટન કર્યું.
નહેરુને જોવા માટે ઘણી મોટી માનવ મેદની ઉમટી પડેલી. નહેરુ નાનકડાં વિમાનમાં આવેલા. આ વિમાનોના
લેન્ડિગ માટે ખાસ પટ્ટી તૈયાર કરવામાં આવી હતી. હાલ આઝાદ ફળિયામાં વિનય મંદિરની
જમીન છે, એ વિસ્તરમાં હવાઇપટ્ટી બનાવવામાં
આવેલી.
ત્યાર પછી વર્ષ 1976માં દાંડીને બીજું સ્મારક મળ્યું. ઇન્દિરા
ગાંધીએ લાદેલી કટોકટીનો કાળ હતો. જે જગ્યાએથી બાપુએ મીઠું ઉપાડેલું એ જગ્યાએ, ગુજરાત સરકારે સ્મારક બનાવ્યું. જેનું ઉદઘાટન
ગુજરાતના ત્યારના રાજ્યપાલ શ્રી કે.કે.વિશ્વનાથન ને હસ્તે થયું.
તેની સાથે સાથે
સૈફીવીલામાં નમક સત્યાગ્રહને લગતા ફોટોગ્રાફનું પ્રદર્શન રખાયું. સાથે કેટલાંક
નાનાં સાધનો પણ રાખ્યાં જેમાં નમક પકવવામાં આવ્યું હતું. અહીં ચોકીદાર તરીકે દેવા ફળિયાના સોમભાઈ
ઝીણાભાઈ ને રાખવામાં આવ્યા. તેઓ સતત રેંટિયો કાંતતા રહેતા.
થોડાં વર્ષો પછી
ગુજરાત સરકારે સૈફીવીલાના માળ ઉપર એક લાયબ્રેરી શરુ કરી. સરકારી લાયબ્રેરી હતી, એટલે સરકારી રાહે જ ચાલી. વાચક કોઈ મળે નહીં.
પરંતુ બે ત્રણ માણસોનો સ્ટાફ રખાયો. તેમને સરકાર પગાર ચૂકવે. પણ પછી એને
રાજકારણનું ગ્રહણ લાગ્યું. ગુજરાત સરકારે બેદરકારી દાખવી. સૈફીવીલાનું
ઘણાં વરસનું વીજળીનું બીલ ચુકવાયું નહીં. આખરે વીજળી કંપનીએ કનેક્શન કાપી નાંખવાની
નોટિસ આપી. આ સમાચાર વર્તમાન પત્રોમાં છપાયા.
ગાંધી સ્મારકના
વિસ્તરણ માટે સ.ન. 1969 થી સરકારે જમીન એક્વાયર કરી હતી. પરંતુ કામ
કશું કર્યું ન હતું. માત્ર તકરી ટેકરી ઉપર રોડને સમાંતર એક દીવાલ અને ગાંધી
સ્મારકની પાછળ ચાર માલની પાણીની ટાંકી બનાવીને છોડી દીધું હતું.
વર્ષ 2000 પછી મનમોહન સરકાર અચાનક જાગી. ઘણી બધી જમીન
એક્વાયર કરી લીધી. ગામમાં વિરોધનો સુર પણ ઉઠયો. પરંતુ થોડાં પાછું બાંધકામ પછી તે ઘણાં વર્ષ વરસ સુધી
અટકેલું રહ્યું. આમ તો ભાજપની છાપ ગાંધી વિરોધી હોવાની છે. છતાં
મોદી સરકારે ગાંધી સત્યાગ્રહ સ્મારક બનાવ્યું. વડાપ્રધાન મોદીજી પોતે ઉદઘાટન કરવા
આવ્યા.
No comments:
Post a Comment