Friday, August 14, 2026

જીવનની દોડધામ

 

જીવનની દોડધામ

જીવનની દોડધામમાં ક્યાં થી ક્યાં પહોંચી ગયો પંકજ ?

કુટુંબની ફરજો અદા કરતાં કરતાં ક્યાં નીકળી ગયો પંકજ ?

દાંડી ને ઇન્ડિયામાં રોજ સવારે હસતો હસતો ઉઠતો હતો પંકજ,

પણ કેનેડામાં તારી જોકીંગ જીંદગી સાવ સ્ટેબલ થઇ ગઈ પંકજ.

દોસ્તો કહેતા; બહુ મજાક કરે છે, ને ખડખડાટ હસાવે છે પંકજ,

પણ હવે તો ઘણીવાર સ્મિત વિના જ તારી સાંજ થઇ જાય છે પંકજ.

તું જ કહેતો હતો; એકવાર કેનેડા જઈશ ને દુનિયા બદલી નાખીશ પંકજ,

પણ અહીં તો બે  છેડા ભેગા કરવામાંથી જ તું ઊંચો નથી આવતો પંકજ.

આર્ટીફીસીયલ કેનેડિયન લાઈફ સ્ટાઈલમાં આમ તું ખુશ હશે પંકજ,

પણ તારી ભારતીયતાનું દેશી દર્દ દિલમાં છુપાવતો લાગે છે પંકજ.

(પંકજદાંડી)

ઇન્ડિયા ભુલાતું નથી, કેનેડા છોડાતું નથી ને ડોલર વિના જીવાતું નથી,

પંકજ, ફેસબુક પર તારી કવિતાનું નૌટંકી દર્દ કોઈને સમજાતું નથી.

1 comment: