તિરંગામાં
સર્વ ધર્મની ધજા મારા તિરંગામાં સમાણી છે
અમારી દેશભક્તિની આ જ તો કહાણી છે.
દુનિયામાં કોઈ દેશ ન માતા છે ન પિતા છે
ગર્વથી ગરજીએ ભારત અમારી માતા છે.
અહીં ગાંધીજીની અહિંસક દાંડીકૂચ છે,
ને
સુભાષચંદ્રબોઝની આઝાદહિંદ ફોજ છે.
ભગતસિંહની શહાદત શૌર્યગીતમાં ગવાય છે,
મોદીની મક્કમતામાં સરદારનું સ્થાન દેખાય છે.
અહીંથી જ વિશ્વને શાંતિનો સંદેશો અપાય છે,
ને મોરચા પર દુશ્મનના દાંત પણ ખાટા કરાય છે.
આજે અમારો 75મો આઝાદદિન ઉજવાય છે,
દુનિયાભરમાં પ્યારો તિરંગો શાનથી લહેરાય છે.
(પંકજદાંડી)
jay hind !
ReplyDelete