નહિ માફ નીચું નિશાન
મારી સાચી વાતોને મારાં જ સ્નેહીજનો લવારો ગણે તે પહેલાં,
મારી માંદગીને કુટુંબીજનો માથે પડેલી આફત ગણે તે પહેલાં,
મારા જ સ્નેહી, સબંધી, મિત્રોની અંતિમ યાત્રા નીકળે તે પહેલાં,
મારો ફોટો સુખડના હાર સાથે દીવાલ પર લટકી જાય તે પહેલાં,
મારે સાહસ કરીને પાસપોર્ટ સાથે લઇ ઘરથી નીકળી પડવું છે.
કેટલાક મિત્રોના ઘરે થોડા દિવસ રહેવું છે ને હકથી જમવું છે.
દાંડી થી દ્વારિકા વાયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા માણવી છે.
એક્સપ્રેસ વે થી અમદાવાદ ને સુરત ટુ દીવ ફેરી બોટ લેવી છે.
મોન્ટ્રિઅલ થી વાનકુંવર સુધી વિસ્ટાડોમમાં ટ્રેનની સફર કરવી છે.
ઇન્ડિયન ક્રિકેટ ટીમની એક મેચ ન્યૂઝીલેન્ડની ધરતી પર જોવી છે.
રોમ, લેસ્ટર, લંડન, પેરીસ થઇ
ઓપ્લીગર દાદાના દેશને જોવો છે.
મારા જુના પીળા પડી ગયેલા ફોટો આલબમ જોતાં કર્યું છે એલાન,
વર્ષોથી મનમાં ઘર કરી ગયેલું પણ અધૂરું રહેલું આવું હતું અભિયાન,
પંકજનું છે સોનેરી સૂત્ર, ‘નિશાન
ચૂક માફ, નહિ માફ નીચું નિશાન.’
(પંકજદાંડી)
નાનપણમાં મેં લોકોની આફ્રિકા અને ઇંગ્લેન્ડની અવર જવર જોયેલી. સ્વિસ એઇડ વાળા
ઓપ્લીગર દાદા અને સ્નેલમેનને મળ્યા પછી સ્વિટ્ઝર્લેન્ડ જોવાની ખુબ ઈચ્છા હતી. જયારે જયારે સ્વિસ એર થી ઝયુરીચ હોલ્ટ કર્યો છે ત્યારે ત્યારે ઓપ્લીગર દાદાને
અચૂક યાદ કર્યા છે. KLM થકી આમસ્ટરડમ ખાતે ઈન્ડો ડચ પ્રોજેક્ટ વાળા મી. બુનસ્ટ્રા
યાદ આવ્યા. 1976માં રિશી કપૂર અને શોમા આનંદની ફિલ્મ બારૂદ જોયેલી ત્યારથી પેરિસ
જોવાની ઈચ્છા હતી. આ શહેરોના
એરપોર્ટ ઉપર હોલ્ટ કર્યો છે. પણ શહેરની મુલાકાત લીધી નથી. આજની રચનામાં આ બધું સમાવવાનો પ્રયત્ન કર્યો છે.
fine
ReplyDelete