Friday, August 14, 2026

ભારતીય થઇ ગયા

 

ભારતીય થઇ ગયા 

આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, વોટર કાર્ડ મેળવી લીધાં એટલે

તમે ભારતીય થઇ ગયા એવું કહી શકાય નહીં.

જો તમે કહેતા હો કે; અમને જોઈએ આઝાદી,

તો મારો પ્રશ્ન એ છે કે; શું તમે આઝાદ નથી ?

આપણા તમામ પાડોશી દેશો કરતાં આપણે વધુ આઝાદ છીએ.

નહેરુ, ગાંધી, યોગી, મોદીને ગાળ દઈ શકીએ છીએ.

બંધ, હડતાલ, અતિક્રમણ ને ગંદકી કરી શકીએ છીએ.

પણ જરા વિચારો, આપણે આપણા દેશ માટે શું કર્યું છે ?

આપણે જયારે ન્યાય, હક્ક, અધિકાર માંગીએ છીએ ત્યારે,

 આપણો મતલબ એ જ હોય છે કે;

 અમને શાંતિથી અન્યાય આચરવા દો.

 આંદોલન, તોડફોડ, દેશદ્રોહ, ભ્રષ્ટાચાર કરવા દો.

અનામત માંગીને અમને જ સમૃદ્ધ થવા દો.

શાહીન બાગ અને સિંધુ બોર્ડર સીલ કરવા દો.

બુરખા-કેસરિયા ને અઝાન-ચાલીસાનું આંદોલન કરવા દો.

હિન્દુસ્તાન-પાકિસ્તાન ઝિંદાબાદ-મુર્દાબાદના નારા લગાવવા દો.

ક્રિકેટ રમતાં ને  કર્તવ્યપારાયણતાની નિષ્ક્રીયતાનું

સુખ ભોગવતાં ભોગવતાં હિન્દુસ્તાનનું સત્યાનાશ વાળવા દો.

(પંકજદાંડી)

 

1 comment: