ફીલિંગ્સ કરાવતી રહી
તું તારા બે શબ્દોના મેસેજ થકી મને જગાડતી રહી,
રોજ ખુબસુરત પ્રભાતને વધુ ને વધુ ગમાડતી રહી.
હજુ સુધી આપણા સંબંધોને દિલમાં
સંતાડતી રહી,
ને વોટ્સએપના માધ્યમથી હૃદયને રમાડતી રહી.
મારાં પ્રેમકાવ્યોની કડીઓ વચ્ચે તું ઝગમગતી રહી,
ને અવાર નવાર ફેસબુક ના પેજ પર ફરકતી રહી.
પાનખરમાં તું વસંતની કોકિલા બની ટહુકતી રહી,
ફ્રોઝન વિન્ટરમાં પણ વોર્મ બ્લેસિંગ્સ મોકલતી રહી.
સમયના ઝંઝાવાતમાં પ્રેમજ્યોતિને સાચવતી રહી,
સિક્સ્ટી પછી સિક્સટીન વાળી ફીલિંગ્સ કરાવતી રહી.
(પંકજદાંડી)
love you
ReplyDelete