બસ એક વાર આવું થઇ જાય
જો એવું થાય તો ?
દાંડીનો દરિયા કિનારો હોય, પૂનમનો ચંદ્ર હોય,
અને તું આવતી દેખાય .....
જો એવું પણ થાય તો ?
રામજી મંદિરમાં લગન હોય, જાનૈયા ગરબા રમતા હોય,
અને તેમાં તું ઘૂમતી દેખાય .....
ને વળી એવું ય થાય તો ?
હું ઇન્ડિયા જતો હોઉં, યુરોપમાં હોલ્ટ હોય,
ને ત્યાંથી તારો સંગાથ મળી જાય.....
ઈચ્છું છું બસ એક વાર આવું તો થઇ જ જાય....
(પંકજદાંડી)
આવું થઇ જાય
ReplyDeleteઆવું થઇ જાય
ReplyDelete