Sunday, November 1, 2026

આપણે જ હિન્દુસ્તાનને બચાવવાનું છે

 

આપણે જ હિન્દુસ્તાનને બચાવવાનું છે

પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારત

 પાકિસ્તાન ઉપર સર્જીકલ સ્ટ્રાઇક કરે કે ન કરે તો પણ,

હિન્દુસ્તાન ઉપર આક્રમણ થશે એ વાત નક્કી છે.

ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ કે નેપાળ એ હજુ નક્કી નથી.

માઓવાદ, નક્સલવાદ, ખાલિસ્તાન, દ્રવિડીસ્તાન

જેવાં આંતરિક આક્રમણ પણ થઇ શકે.

વક્ફ અને કોમન સિવિલ કોડ ગૃહયુધ્ધ તરફ પણ દોરી જઈ શકે.

આમ તો હિન્દુસ્તાન સાબદું છે,

પણ લશ્કર પાસે શસ્ત્ર સરંજામની કમી છે.

જૂનાં પુરાણાં ફાઈટર જેટ છે. 36 રાફેલ પૂરતાં નથી.

તેજસના તેજને અમેરિકાની અવળચંડાઈ આભડી ગઈ છે.

મિત્ર રશિયા યુકેનમાં અટવાયું છે, અને ઇઝરાયેલ ગાઝામાં બીઝી છે.

તોપ, ટેન્ક, બંદુકો અને દારૂગોળાના ઓર્ડરો અધૂરા છે.

અગ્નિવીરને મુદ્દે રાહુલનો રંજાડ ચાલુ છે.

હુમલાખોર તો વ્યવસ્થિત તૈયારી કરીને આવવાનો છે.

દુનિયાનો ઈરાદો હિન્દુસ્તાનને વિભાજીત કરવાનો છે.

હવે આપણે જ હિન્દુસ્તાનને બચાવવાનું છે.

(પંકજદાંડી)

આપણી એપોઇન્ટમેન્ટ ક્યારે

 


આનંદનો રંગ

 

આનંદનો રંગ

ઇન્ડિયામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી

બેન્ક અને યુનિવર્સીટીમાં કરેલી નોકરી

મારે માટે યોગ્ય હતી.

હું એ નોકરીને લાયક હતો.

પણ કેનેડામાં મેં જોબ કરી, જે મારે લાયક ન હતી.

છતાં મેં એ મહેનત વાળી જોબને આનંદના રંગે રંગી નાંખી.

આનંદમય કર્મ આશીર્વાદ છે.

આનંદનો રંગ ન લાગે તો જોબ વૈતરું બની જાય.

કષ્ટમય વૈતરું અભિશાપ છે.

મને કામનો થાક જરૂર લાગતો પણ તે મીઠો હતો.

મીઠો થાક મીઠી નીંદર આપતો.

મીઠી નીંદર મારુ સ્વાસ્થ્ય જાળવવામાં ઉપયોગી થતી.

હવે હું રિટાયર્ડ કેનેડિયન પેન્શનર છું.

છતાં હું નવરોધૂપ નથી, અવકાશપ્રાપ્ત છું.

મારી પાસે પ્રવૃત્તિમય નિવૃત્તિ છે અને નિવૃત્તિમય પ્રવૃત્તિ પણ છે.

ટૂંકમાં મારી પાસે અકર્મણ્યતા નથી.

નિવૃત્તિ પછી પણ આનંદના રંગે રંગાયેલો છું.

(પંકજદાંડી)

 

આંતરરાષ્ટ્રિય નારી દિવસ

 

આંતરરાષ્ટ્રિય નારી દિવસ

આંતરરાષ્ટ્રિય નારી દિવસ નિમિત્તે સોસીયલ મીડિયા ઉપર

સુવિચારો અને શુભેચ્છાઓનું ઘોડાપૂર આવે છે.

અને સાંજ સુધીમાં ઓસરી પણ જાય છે.

સદીઓથી સ્ત્રી બદલાતી રહી છે.

ઘૂંઘટ, હીજાબ અને બુરખાથી લઈને મોડર્ન સ્લીવલેસ, મીનિસ્કર્ટ

ને સાડી સલવારમાં શોષાતી અને શોભતી રહી છે.

પરંતુ પુરુષ ક્યારેય બદલાયો નથી.

પોતાની મા-બહેન-દીકરી-પત્નીને સુરક્ષિત રાખી

બહારની સ્ત્રીને ઉપભોગવાની માનસિકતા બદલાઈ નથી.

કર્ણએ દ્રૌપદીને વેશ્યા કહી ત્યારે તેના બચાવમાં કોઈ આવ્યું ન હતું.

સ્ત્રીની નિરક્ષરતા આખા સમાજની નિરક્ષરતા છે.

કારણકે તે વિદ્વાન બાળક ઉછેરી શકતી નથી.

સદભાગ્યે આપણા કાંઠા વિસ્તારમાં સ્ત્રી-શિક્ષણનું સ્તર ઊંચું જવા પામ્યું છે.

ભવિષ્યમાં એનાં સારાં પરિણામ જરૂર મળશે.

(પંકજદાંડી)

અજનબી

 

અજનબી

લવ અને ફૂડ બંનેમાં એક બાબત કોમન છે,

બંનેની અતિશયોક્તિથી ઉલટી થઇ શકે.

મારી પ્રેમકવિતાઓથી પ્રેમની મીઠાશ વધી હોય શકે,

પણ અતિશયોક્તિથી પ્રેમનો ડાયાબિટીસ પણ થઇ શકે.

ચાલ આપણે થોડા સમય માટે પ્રણયનો પ્રાણાયામ કરીએ.

ને પછી એ જ પ્રાણાયામ હુંફાળા સબંધોનો વ્યાયામ બનશે

જો આપણામાં માલિકભાવ પ્રગટશે તો તે,

સંબંધોને લૂણો લગાડવાનું કામ કરશે.

આપણા સારા સંબંધોના શ્વાસ ખૂટવા લાગશે.

ચાલ આપણે બંને સારાં માણસો બનીએ,

હું સારો દોસ્ત બનું, તું પણ એવું જ કર.

ચાલ એકવાર ફરીથી અજનબી બની જઈએ આપણે

પણ જીવનપ્રીતની છુપી રીતને ચાલુ રાખીએ આપણે

તારે ‘જય શ્રી કૃષ્ણ’ થી મારી સવારને સજાવવાની રહેશે,

‘રાધે રાધે’ વાળો પંકજ પ્રત્યુત્તર નિરંતર રાખવાનું મને પણ ગમશે.

(પંકજદાંડી)

SEE YOU TOMORROW

 

SEE YOU TOMORROW

એ હતી નવયૌવના, મારી કવિતાની સ્વરૂપવાન નાયિકા.

એનું મુખ શરદપૂર્ણિમાના ચંદ્ર જેવું દીપ્તિમાન હતું.

એની વાણી વીણાના સ્વર જેવી મધુર હતી.

એનું સ્મિત મનમોહક, તો હાસ્ય ખડખડાટ હતું.

એની ચાલમાં હરણી જેવો થનગનાટ હતો.

એનાં તમામ કેરેક્ટર મારા સંયમની અગ્નિપરીક્ષા લેતાં હતાં.

એક દિવસ હું એની બરાબર સામે આવીને ઉભો રહી ગયો.

મારા શ્યામસુંદર ચહેરા તરફ એ એકીટશે તાકી રહી.

બોલી; તારા ચહેરા પર કાંતિ અને શાંતિની શોભા છે.

મને વામન યુવાનમાં વિરાટનાં દર્શન થઇ રહયાં છે.

Love you Pankaj, see you tomorrow.

હું માંડ માંડ બોલી શક્યો; તું તો સાક્ષાત સુંદરતા છે.

છેલ્લાં પચાસ વરસથી હું એ tomorrow રાહ જોઈને બેઠો છું.

હવે ખબર પડી tomorrow તો આવતાં આવતાં today થઇ જાય છે.

(પંકજદાંડી)

 

પંચાવન કરોડનો હઠાગ્રહ