કથા કે વ્યથા
મારી પાંસઠ
વરસની ઉંમરે,
તું આપીશ પંકજ,
હજુ પણ મને મૂંઝવતા કેટલાક પ્રશ્નોના જવાબ ?
છેક બાળપણથી આપણી
બે ની જ આંખો કેમ મળી?
વર્ગખંડમાં
આપણી નજરોને જ કેમ ‘વાઇફાઇ’ મળી જતું ?
અનેક વિકલ્પમાંથી એક જ કેમ પ્રિય લાગ્યું?
પ્રિયપાત્રને
પામી ન શકવાના અફસોસની વચ્ચે,
આજે પણ આપણને બંનેને મળવાની ઈચ્છા કેમ થાય છે?
મારા એક
ફોનકોલની તું આટલી રાહ કેમ જુએ છે?
બુધવારની
બપોરના ફોનકોલ્સનું રહસ્ય શું?
રોજ સવારે તું મેસેજ શા માટે કરે છે?
તારા નાનકડા મેસેજનો મને ઇંતેજાર શા માટે રહે છે?
‘જય શ્રી
કૃષ્ણ’નું શોર્ટ ફોર્મ ‘JSK’ શા
માટે કર્યું છે?
એક ‘પંકજ’ શબ્દમાં બે કેપિટલ લેટર્સ કેમ ???
મારો મેસેજ
જાહેરમાં થતો હોવા છતાં ખાનગી કેમ છે?
‘રાધે રાધે’ એ
રટણ છે, કે મૈત્રીભાવની જીવંત ચેતના?
મારી આ રચના આપણી કથા છે કે વ્યથા?
પ્લીઝ પંકજ, કરજે
મારા પ્રશ્નના જવાબની
વ્યવસ્થા.
(ચાંદની)
