Sunday, November 1, 2026

પુષ્પત્વ

 પુષ્પત્વ

વિન્ટર બારણે દસ્તક દઈ રહ્યો છે ત્યારે,

મારા ઘરના ફ્રન્ટમાં એક ગુલાબ ખીલ્યું છે.

એ ‘પેલેસ જોસેફ તાસે’ને સુંદરતાની દીક્ષા આપી રહ્યું છે.

એ સુંદર ફૂલને ખાતરી છે કોઈ એને નહીં જ તોડે.

મોર્નિગવોક કરનારા એનું સ્મિતથી અભિવાદન કરે છે.

મોડર્ન ટેસ્લા કારમાં આવેલી સુંદર યુવતીએ

સુંદર ગુલાબના ફૂલ તરફ મારુ ધ્યાન દોર્યું.

યુવતીના હાથમાં સોનાનું બ્રેસલેટ હતું.

કહ્યું; કાશ મારા સોનામાં આ ગુલાબની સુગંધ ભળી જાય.

પણ સોનામાં સુગંધ ભળતી નથી.

સોનાનો સંબંધ ચળકાટ સાથે છે.

જયારે સુગંધનો સંબંધ ભીતરના ચારિત્ર સાથે છે.

સોનુ ત્રાજવે તોલાય,એને લોકરમાં સાચવવું પડે.

પુષ્પત્વ ગણતરી કે તોલમાપથી પર છે.

સુગંધ, પુષ્પ અને પુષ્પત્વ ખુલ્લા બાગમાં જ શોભે છે.

(પંકજદાંડી)

‘પેલેસ જોસેફ તાસે’ મારી સ્ટ્રીટનું નામ છે

પરમ ચેતના

 


 વિશ્વમાં વ્યાપેલી પરમ ચેતના પ્રગટ થવા માટે

કોઈ યોગ્ય બહાનાની શોધમાં જ હોય છે.

દાંડીની પવિત્ર ધરતી પર આવી જ એક ઘટના ઘટી.

 વિદ્યામંદિરના વર્ગખંડની પાટલીઓ પર

એક દિવ્ય અકસ્માતને કારણે

 પંકજ અને ચાંદની વચ્ચે તારામૈત્રક રચાયું.

એ મત્સવેધી ક્ષણે બે વચ્ચે પ્રગટેલી મધુરાનુભૂતિના

મૌનમાંથી સ્મિતનું ખળખળ ઝરણું વહ્યું.

એ ઝરણાંના અલૌકિક લય પર

પરમ ચેતનાના અણસાર મળ્યા.

એ દિવ્ય ચેતનાએ બે નિષ્પાપ હૃદયના

અપ્રદૂષિત વાતાવરણમાં ઝબકારો કર્યો.

પણ એ ઝબકારો આકાશી વીજળીની જેમ

એક જ વાર ઝબકીને વિલુપ્ત થઇ ગયો.

પછી એનો ગડગડાટ છેક પચાસ વરસ બાદ,

વોટ્સએપ પર, વાયા મોન્ટ્રિઅલ સંભળાયો.

(પંકજદાંડી)

 

 

ધર્મમાં વધ્યું અને ઘટ્યું

 

ધર્મમાં વધ્યું અને ઘટ્યું

નવાં અને જીર્ણોધ્ધાર થયેલાં મંદિરો ભવ્ય બન્યાં,

પરંતુ પૂજાની પવિત્રતા ઘટી.

ઠેર ઠેર આલીશાન મસ્જિદો અને મઝારો ફૂટી નીકળી,

પરંતુ બંદગીની બુલંદી ઘટી.

શહેરો અને ઊંડાણના વિસ્તારોમાં સુંદર ચર્ચો બનતાં જાય છે,

પરંતુ પ્રાર્થનાની સુંદરતા ઘટી.

ટૂંકમાં આપણાં ધર્મસ્થાનો ભવ્ય બન્યાં,

પરંતુ આપણી ધાર્મિકતા અભવ્ય બનતી ચાલી.

ધર્મમાં કોલાહલ વધ્યો, આધ્યાત્મ ક્ષીણ થયું.

પૂજામાં પહેરવેશ, પ્રસાદ, પબ્લિસીટી અને દાન-દક્ષિણાનું મહત્વ વધ્યું.

ગરબામાં કોલાહલ, નાચ-ગાન અને સાઉન્ડ સિસ્ટીમની ધમાલ વધી,

કથા અને વ્યાખ્યાનોમાં દેખાદેખીથી શ્રોતાઓનું પ્રમાણ વધ્યું.

સાથે કથાકારકોની દક્ષિણાભૂખ અને એન્ટ્રી ટિકિટના ભાવ પણ વધ્યા.

પરંતુ નથી વધી રહી તમામ ધર્મના અનુયાયીઓમાં,

આત્માની પવિત્રતા.

(પંકજદાંડી)

 

ધર્મ

 

ધર્મ

હિન્દુ કોઈ ધર્મ નથી, સંસ્કૃતિ છે.

સનાતન ધર્મ છે, અને તે ખતરામાં છે.

હિન્દુ સંસ્કૃતિનો પાયો વેદ છે.

વેદ પોતે જ જ્ઞાનનો ખજાનો છે.

પુરાણો એનાં એપેન્ડિક્સ છે.

સંપ્રદાયો અને પંથોના બની બેઠેલા ગુરુઓ

હિન્દુ ધર્મના દુશ્મનો છે.

તેમણે ભગવાનને સ્થાને પોતાની છબી કે મૂર્તિઓ

ગોઠવી દેવાનું પાપ આચર્યું છે.

હિન્દુઓના દુશ્મનો મહંતો છે,

અને મુસ્લિમોના દુશ્મનો મુલ્લાંઓ છે.

ઇસ્લામ પોતે અંદરથી બંધિયાર છે.

સુધારાના અવકાશ નહીંવત છે.

ખ્રિસ્તી ધર્મ સ્વભાવે સામ્રાજ્યવાદી છે.

ધર્માંતરણની ઘેલછા એનો પવિત્ર રોગ છે.

ચર્ચ, પ્રિસ્ટ અને નન એનું સુવ્યવસ્થિત લશ્કર છે.

જાતિ, વર્ણ, ભાષા, પ્રાંત અને પક્ષાપક્ષીમાંમાં વેરવિખેર

હિંદુઓમાં એકતાનો અભાવ છે.

સાવધાન ! નજીક આવી રહેલી જાતિ આધારિત જનગણના,

ભારતમાતાને ખંડીત કરવાનો પર્યાય બની શકે એમ છે.

(પંકજદાંડી)

 

ત્રાસવાદ

 

ત્રાસવાદ

એક ત્રાસવાદી હજારો લોકોની જંદગી સાથે ખૂની ખેલ ખેલે છે.

તેમનો ધર્મ છે; ત્રાસ, આતંક અને હિંસા.

ભારતમાં કેટલાક રાજકારણીઓનું પણ એક જ કામ છે,

ત્રાસવાદીઓને માનવતાના ધોરણે રક્ષણ અપાવવાનું,

કાયદાની છટકબારીઓ શોધી બચાવવાનું,

અને હિન્દુસ્તાનનું નખ્ખોદ વળાવવાનું.

‘ભારત માતાકી જય’ બોલવાથી પણ દૂર ભાગતા

કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓ,

રાષ્ટ્રીય સમસ્યાઓને પંપાળવાની કુટેવ ધરાવે છે.

સાચો દેશભક્ત રાજનેતા એ છે જેને,

ભૂખ મંજુર છે, કષ્ટ મંજુર છે, મૃત્યુ સુધ્ધાં મંજુર છે

પરંતુ નિસ્તેજ ઓશિયાળાપણું કદાપી મંજુર નથી.

જે દેશ ત્રાસવાદીને સજા ન કરી શકે,

એ એક દિવસ પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેસે છે.

ભારત ધીમે ધીમે એ અધોગતિ તરફ નથી સરકી રહ્યું ?

(પંકજદાંડી)

 

ત્યાં સુધી હિન્દુસ્તાન ટકી રહેશે

 

ત્યાં સુધી હિન્દુસ્તાન ટકી રહેશે

જ્યાં સુધી દેશ અને રાજ્યોનાં પાટનગરોમાં સશક્ત સરકારો આવતી રહેશે,

જ્યાં સુધી બંધારણમાં યોગ્ય સમયે યોગ્ય સુધારા થતા રહેશે,

જ્યાં સુધી સમયસર અને મુક્ત ચૂંટણીઓ થતી રહેશે,

જ્યાં સુધી રાષ્ટ્રભાષા સાથે માતૃભાષાનું ચલણ રહેશે,

જ્યાં સુધી દેશમાં સહકારી બજારોનું અસ્તિત્વ રહેશે,

જ્યાં સુધી ‘મેક ઈન ઇન્ડિયા’ની ક્વોલોટી ઉત્તમ રહેશે,

જ્યાં સુધી લશ્કરમાં ધર્મની દખલ ન રહેશે,

જ્યાં સુધી લશ્કરને ‘ઓપરેશન સિંદૂર’ જેવી ખુલી છૂટ રહેશે,

જ્યાં સુધી દેશભક્તિની ફિલ્મો અને ગીતો લોકપ્રિય રહેશે,

જ્યાં સુધી થોડાક દેશભક્ત પોલિટિશિયન મળતા રહેશે,

જ્યાં સુધી સરકારી કાર્યાલયો દેશહિત માટે કાર્યક્ષમ રહેશે,

જ્યાં સુધી મીનીમમ એક ટકા સરકારી કર્મચારીઓ પ્રામાણિક હશે,

ત્યાં સુધી નવ્વાણું ટકા બેઈમાનો સાથે પણ હિન્દુસ્તાન ટકી રહેશે.

(પંકજદાંડી)

તારી રિસાવાની રીત