Sunday, November 1, 2026

હિન્દુસ્તાનને બગાડવામાં….

 

હિન્દુસ્તાનને બગાડવામાં….

હિન્દુસ્તાન બદલાઈ રહ્યું છે કે બગડી રહ્યું છે,

એ બાબતે ગૂંચવણ વધતી જાય છે.

જે શરમજનક લાગવું જોઈએ, તે સ્વાભાવિક લાગવા મંડ્યું છે.

લાંચ, ભ્રષ્ટાચાર, છેતરપીંડી, ચોરી, લૂંટફાટ,

મારામારી, ગાળાગાળી, બળાત્કાર, શોષણ, વ્યભિચાર વધ્યાં છે.

મિલકત પચાવી પાડવાનો ટ્રેન્ડ પણ વધતો જાય છે.

સંતાનોની હાજરીમાં પત્નીની મારઝૂડકરતા પતિદેવો,

જાહેરમાં પતિને ક્ષોભજનક સ્થિતિએ મુકનાર પત્નીઓ,

કાયદાની બીક બતાવી સાસરિયાને બ્લેકમેલ કરતી વહુઓ,

લવજેહાદમાં ફસાઈને માવતર અને હિન્દૂ ધર્મને લજવતી કન્યાઓ,

રૂલ્સ રેગ્યુલેશન્સનું બહાનું બનાવી વાલીઓને લૂંટતા શાળા સંચાલકો,

અપેક્ષિત પરિણામ ન લાવનાર બાળકોની મારઝૂડ કરતાં વાલીઓ,

ચૂંટણી પત્યે પ્રજાને આપેલા વાયદાઓ ભૂલી જનાર રાજનેતાઓ,

ઓપરેશન સિંદૂર વેળા ફેક ન્યુઝ ફેલાવનારાંસમાચાર માધ્યમો,

સૌ એ હિન્દુસ્તાનને બગાડવામાં પોપોતાનો ફાળો આપ્યો છે.

હવે તો સાયબર ક્રાઇમને તો સ્માર્ટનેસમાં ખપાવાય છે.

કર્મના સિદ્ધાંત વાળા ધર્મની ફાઈલ જ ડીલીટ કરી દેવાઈ છે.

(પંકજદાંડી)

 

1 comment: