Friday, August 14, 2026

તિરંગામાં

 

તિરંગામાં 

સર્વ ધર્મની ધજા મારા તિરંગામાં સમાણી છે

અમારી દેશભક્તિની આ જ તો કહાણી છે.

દુનિયામાં કોઈ દેશ ન માતા છે ન પિતા છે

ગર્વથી ગરજીએ ભારત અમારી માતા છે.

અહીં ગાંધીજીની અહિંસક દાંડીકૂચ છે,

 ને સુભાષચંદ્રબોઝની આઝાદહિંદ ફોજ છે.

ભગતસિંહની શહાદત શૌર્યગીતમાં ગવાય છે,

મોદીની મક્કમતામાં સરદારનું સ્થાન દેખાય છે.

અહીંથી જ વિશ્વને શાંતિનો સંદેશો અપાય છે,

ને મોરચા પર દુશ્મનના દાંત પણ ખાટા કરાય છે.

આજે અમારો 75મો આઝાદદિન ઉજવાય છે,

દુનિયાભરમાં પ્યારો તિરંગો શાનથી લહેરાય છે.

(પંકજદાંડી)

 

જીવનની દોડધામ

 

જીવનની દોડધામ

જીવનની દોડધામમાં ક્યાં થી ક્યાં પહોંચી ગયો પંકજ ?

કુટુંબની ફરજો અદા કરતાં કરતાં ક્યાં નીકળી ગયો પંકજ ?

દાંડી ને ઇન્ડિયામાં રોજ સવારે હસતો હસતો ઉઠતો હતો પંકજ,

પણ કેનેડામાં તારી જોકીંગ જીંદગી સાવ સ્ટેબલ થઇ ગઈ પંકજ.

દોસ્તો કહેતા; બહુ મજાક કરે છે, ને ખડખડાટ હસાવે છે પંકજ,

પણ હવે તો ઘણીવાર સ્મિત વિના જ તારી સાંજ થઇ જાય છે પંકજ.

તું જ કહેતો હતો; એકવાર કેનેડા જઈશ ને દુનિયા બદલી નાખીશ પંકજ,

પણ અહીં તો બે  છેડા ભેગા કરવામાંથી જ તું ઊંચો નથી આવતો પંકજ.

આર્ટીફીસીયલ કેનેડિયન લાઈફ સ્ટાઈલમાં આમ તું ખુશ હશે પંકજ,

પણ તારી ભારતીયતાનું દેશી દર્દ દિલમાં છુપાવતો લાગે છે પંકજ.

(પંકજદાંડી)

ઇન્ડિયા ભુલાતું નથી, કેનેડા છોડાતું નથી ને ડોલર વિના જીવાતું નથી,

પંકજ, ફેસબુક પર તારી કવિતાનું ‘નૌટંકી દર્દ’ કોઈને સમજાતું નથી.

ઘડપણ

 

ઘડપણ 

કપરો સમય આવી રહ્યો છે જીવનનો,

નથી કોઈ ભરોસો આ જિંદગીનો.

 સમય આવશે કમર ઝુકાવી ચાલવાનો,

ને હાથમાં વોકીંગ સ્ટીક રાખવાનો.

જીવન સફરને અંતે આવશે ઘડપણ,

ને ધીરે ધીરે છૂટતાં જશે સગપણ.

જેના પર રાખ્યો છે સૌથી વધુ ભરોસો,

તેને જ ભારે લાગશે આ ડોશી અને ડોસો.

બસ માંગુ છું પ્રભુ એક વરદાન આપી દે

શરીર સાથ છોડે પહેલાં જીવ છોડી દે.

(પંકજદાંડી)

ગ્રુપ 72-76

 

ગ્રુપ 72-76

ગામ દાંડી,જૂનનો મહિનો ને બોતેરની સાલ,

તરુણાવસ્થાની ઉમર ને આઠમા ધોરણમાં પ્રવેશ,

એવું અમારું વિનય મંદિરનું ગ્રુપ 72-76 વોટ્સએપ.

ધીરુભાઈ, કેશવભાઈ, શાંતુભાઇ ને જગદીશભાઈ,

અમૃતભાઈ, અજીતભાઈ, મહેશભાઈ ને પાર્વતીબેન.

મળ્યો ગુરુજનોનો વહાલ, સદભાવ અને પ્રેમ

એવું અમારું વિનય મંદિરનું ગ્રુપ 72-76 વોટ્સએપ.

ઘણું ભણ્યાં, ઘણું રમ્યાં ને કોક કોક પરણ્યાં,

એસ. એસ. સી. પછી છોતેરમાં સૌ છૂટાં પડયાં,

પચાસ વરસના વહાણાં બાદ ભેગા થવાનો ઈરાદો નેક,

એવું અમારું વિનય મંદિરનું ગ્રુપ 72-76 વોટ્સએપ.

ગાંધીને પગલે જગખ્યાતિ મળી મારા ગામને,

સોલ્ટ સત્યાગ્રહ નેશનલ મ્યુઝિયમ જેને આંગણે,

ઉજવીએ શાળા પ્રવેશ સુવર્ણ જયંતિ થઈને સૌ એક,

એવું અમારું વિનય મંદિરનું ગ્રુપ 72-76 વોટ્સએપ.

(જ્યોત્સના પટેલ, માન્ચેસ્ટર)

 

 

ગરબડ

 

ગરબડ

કોણ નેતાની વાત સાચી માને છે ?

જયારે ચૂંટણી ટાણે તેઓ વચન આપે છે.

નફરત કોને કરીએ આ જગતમાં?

જયારે બધાને જનમ ભગવાન આપે છે.

નબળી વાતો ને શું કામ યાદ કરીએ ?

જયારે એ જૂના જખમો તાજા કરે છે.

આપણને તો આપણાં જ છેતરે છે દોસ્તો,

બાકી બીજાને તો સમય જ ક્યાં છે ?

તમે જ કહો, કોને કહેવાય બેવફાઈ ?

ગરબડ તો આખી દુનિયા કરે છે.

(પંકજદાંડી)

ખુશ રહો

 

ખુશ રહો

ગયા એટલા બાકી નથી દિવસો જંદગીના યારો,

ગેમ અભી બાકી હૈ માની તેમાં હવે ખુશ રહો.

આપણા થઇ ચુક્યા છે તેમના અપનાપનથી ખુશ રહો,

આપણા નથી થઇ શક્યા તેમના અલગાવથી ખુશ રહો.

ચાંદનીની શીતળતામાં ને જ્યોતિની ઉષ્ણતામાં ખુશ રહો.

ખોવાયેલા ને રિસાયેલા મિત્રના ખાસ અંદાજમાં ખુશ રહો.

નજીકનાંને પ્રેમ અને આદરથી રૂબરૂ મળી ખુશ રહો,

દૂરનાં જોડે સોસીયલ મીડિયાને સહારે ખુશ રહો.

જેઓ જતા રહ્યા છે તેમની યાદમાં ખુશ રહો,

જેઓ આવવાના છે તેમના ઈન્તેજારમાં ખુશ રહો.

જુના ખોવાયેલા મિત્રોને મેળવીને ખુશ રહો,

નવી નવી મિત્રતા કેળવીને ખુશ રહો.

(પંકજદાંડી)

 

કેરેકટર ઢીલા.

 

કેરેકટર ઢીલા.

આજ વૃંદાવનને વાટે મેં જતા જોયા માધવ,

ન્હોતી હાથમાં મોરલી ને ન્હોતુ હોઠે માખણ.

ન્હોતી સાથે રાધા ગોરી ને ન્હોતી લલીતા ગોપી,

હાથમાં હાથ ઝાલી કૃષ્ણ સંગ દ્રૌપદી મેં દીઠી.

અદભુત મૈત્રી, એક ચતુર નર ને સ્વરૂપવાન નારી,

મને દેખાઈ છે આમાં છુપા પ્રેમની ચીનગારી.

રુકિમણીને મેસેજ મોકલ્યો ને આઠે પટરાણીઓને ફોરવર્ડ કીધો,

આજે તમારો માધવ મેં પાંડવપત્ની દ્રૌપદી સંગ પ્રેમ કરતો દીઠો.

તરત મને રીપ્લાય મળ્યો, એ જ તો છે અમારા માધવની લીલા,

અમને તો લાગે છે, અદેખા પંકજભાઈ, તમારા જ કેરેકટર ઢીલા.

(પંકજદાંડી)