Wednesday, August 16, 2017

વસંત માફક આવી ગઈ

વસંત માફક આવી ગઈ
પંકજ હસાવે અને તું  હસે, એમાં જ તારું નામ ફસે.
દાંડી જોઈને દરિયો હસે, ત્યાં જ તો તારું ગામ વસે.
જો તારું નામ તરતું હોત,તો પંકજ સાથે ફરતું હોત.
પણ એ તો ઉડયું, ને નવીન કરવામાં પડયું.
સૂર્યોદયની ઉષા ક્યાંક ખોવાય ગઈ,
ને સૂર્યાસ્ત પછી રજની આવી ગઈ.
હેમંત, ‘શરદ, ‘શીશીરને વર્ષા ય ગઈ,
પણ હવે તને વસંત માફક આવી ગઈ.
(પંકજદાંડી)


ગલતી થી મિસ્ટેક

ઉમર હતી મારી ને કરીતી ગલતી થી મિસ્ટેક,
ડ્રાયવરે જયારે મારીતી જોરદાર બ્રેક.
કામ કરી ગઈ અકસ્માત એક ટ્રીક,
પકડયો એનો હાથ એકદમ ફીટ.
નો'તા મસલ્સ ફુલાવ્યા,
નો'તી બોડી બનાવી,
મારા શ્યામ ગાલો પર,
હજામત કરાવી.
બંદા થઇ ગયા શરુ,
વિના કોઈ પણ ગુરુ.
લગાડ ના બૂરું,
જીવન હવે પૂરું.

(પંકજદાંડી)

સીધો સંદેશો

હે પ્રભુ !
તને સીધો સંદેશો પાઠવું છું,
લાગણીનો નાજુક વ્યવહાર સાચવું છું.
જલ્દી સારી કરી દે અમારી દોસ્તને વિનવું છું,
નહીંતો તારી સાથે કિટ્ટા નો કરાર મોકલું છું.
હાલ તો દૂર છું પણ નવસારીના દિલમાં છું,
ગાઢ મૈત્રી ચતુષ્કોણની એક ભૂજા છું.
અરજ કરનાર મોન્ટ્રિઅલથી પંકજ છું,
દૂર કરી દે માંદગીનું સંકટ તું.

(પંકજદાંડી)

ફળમાં વ્હાલું બોર

ફળમાં વ્હાલું બોર

મેં કહ્યું:
ફૂલમાં પંકજ  ગમે, પક્ષીમાં હંસ
ઋતુમાં વસંત ગમે, ફૂંકવામાં શંખ.
એણે કહ્યું:
ફૂલમાં ગુલાબ ગમે, પક્ષીમાં મોર,
ઋતુમાં શિયાળો અને ફળમાં વ્હાલું બોર.
મારો સવાલ:
નો એપલ, નો મેંગો, નો બનાના
ના દ્રાક્ષ, ના સંતરાં, ના શ્રીફળ
ફળોમાં ગમતું કેમ બોર ?
એનો જવાબ:
શબરીએ ખવડાવ્યું છે અને
ભગવાને ખાધું છે આથી મને તે વ્હાલું છે.
અને હું મનોમન બબડ્યો:
મારી બેટી સાવ સસ્તું છે એમ નથી બોલતી.!
(પંકજદાંડી)

Friday, July 21, 2017

બા




પ્રથમ સંતાન સ્વરૂપે જન્મ્યો હતો હું મધરાતે,
મને કોઈ જ્ઞાન ન હતું જીવનની એ શુભ રાતે.
પ્રભાતે પપ્પાના કરકમળનો અમૃત સ્પર્શ હું પામ્યો,
ઝટ મને સમજાયું, આ જગતમાં નથી હું અજાણ્યો.
મારી પાર્વતીબાના સ્વરૂપમાં હું ભગવાનને પામ્યો,
પછી પરિમલ, પ્રીતિને પામી સૌના પ્રેમને મેં પીછાણ્યો.
જયારે જયારે હું રડયો છું, મારી બાનું હૃદય પણ રડયું છે,
અને માંદો પડયો છું ત્યારે ઊંચકીને દવાખાને પહોંચી છે.
ક્યારેય દોરો-ધાગો, જંતર-મંતર અને ભૂત-ભુવા નથી કર્યા.
આથી ભલે પ્રભુ તું જગતનો નાથ હોય,
પણ પહેલી મારી બા પછી જ તારો નંબર હોય.

(પંકજદાંડી)

તારાં શી રીતે ??


મેં લખ્યાં ગીતો 
સ્કૂલ ડેઝ ની પ્રીતે
બોલ તે કહેવાય 
આપણાં શી રીતે ??

મોકલ્યા તને
 ફેસબુકની રીતે
બોલ તે કહેવાય 
મારાં શી રીતે ??

સાચવ્યા તેં 
દિલની પ્રીતે
બોલ તે કહેવાય
 તારાં શી રીતે ??


(પંકજદાંડી)

ખાતરી આપજો.


હે પ્રભુ !,
સમજાતું નથી હું શી પ્રાર્થના કરું ?
દુઃખમાં ભલે સાંત્વના ન આપો
પણ દુઃખને કાબુમાં કરું એવું બળ આપજો.
આમ તો સંસારમાં છેતરાયો છું
પણ એમાં હૈયું હાથમાં રહે એવી કળ આપજો.
સુખમાં તમારો સંગ રહે,
પણ દુઃખમાં તમે દૂર ન જાવ એની ખાતરી આપજો.

(પંકજદાંડી)