Saturday, March 17, 2018

તું જ છવાઈ ગઈ


વિનય મંદિરમાંથી જ દિલમંદિરમાં વસી ગઈ,
પણ SSC પછી તો તું જ ખોવાઈ ગઈ.
ગામ આખામાં શોધી, ક્યાં હશે સંતાય ગઈ ?
અલી, ટોરોન્ટો આવીને મને જ ભૂલી ગઈ.
માની લીધું કે હવે તું ક્યારેય મળીશ નઈ
પણ આભાર ફેસબુક, તું અકસ્માત મળી ગઈ.
કેનેડાની કુંજ ગલીમાં હતી તું છુપાઈ ગઈ
હવે સિનિયર સીટીઝન થયો ત્યારે પાછી મળી ગઈ
મારાં ગીતોમાં તો તું અકબંધ થઇ ગઈ
ફેસબુકના પેજ પર તું જ છવાઈ ગઈ.
(પંકજદાંડી)


Friday, March 9, 2018

તું અનંત છે.





પ્રભુ!
હું જાણું છું તું અનંત છે.
તું જ શુક્ષ્માતીત શુક્ષ્મ .
તું જ પ્રેમની,સ્નેહની, આદરની, ભાવની
અને મોહની માયાજાળ રચે છે.
ગુડમોર્નિંગ કહેવા સવારે તું જ સુરજ રૂપે હાજર હોય છે.
ચંદ્ર રૂપે પ્રગટ થઈને તું જ અમને સૌને ગુડનાઈટ કહે છે.
પણ
હું તો તને માત્ર સુખની યાચના કરવાનું પાત્ર સમજુ છું.
રોજ સવારે તને હાથ જોડીને પ્રાર્થું છું.
ભગવાન, મને સુખી રાખજે.
હું તારો ખુબ ખુબ આભારી છું.
તેં તો મને માંગેલું દરેક સુખ આપ્યું
પણ
મેં એ સુખ કોઈને વહેંચ્યું નથી તેનું શું ?
(પંકજદાંડી)

Friday, March 2, 2018

ડેડીના આશીર્વાદ


નથી રાખતો બહુ ઊંચી અપેક્ષા,
તમે બંને એકબીજાના દિલમાં રહો તે જ બસ છે.
મોંઘાદાટ સ્પ્રે અને શેમ્પુ ન મળશે તો ચાલશે,
પણ પ્રેમના ફૂલોની સુગંધ ભળશે તો બસ છે.
ઘર તો આપણું નવું બની રહ્યું છે,
પણ તમારા દિલમાં જગ્યા મળશે તો બસ છે.
સહજીવનનની તો હજુ શરૂઆત થઇ છે,
સુખ, શાંતિ અને આનંદડેડીના આશીર્વાદ છે.
(પંકજદાંડી)

Saturday, February 24, 2018

રાધાની શક્તિ




હે કનૈયા,
તું હરપળ હોય છે મારી આસપાસ
પણ કયા રૂપે સ્મરણમાં લઉં ?
આમ તો જગત જાણે છે  તું ગયો છે વૃંદાવન છોડી,
પણ આપણે બે જ જાણીએ છીએ
તેં ક્યારેય નથી મને તરછોડી.
ક્યારેક મારુ મન કઠોર બને છે,
ત્યારે તું યાદનું અમૃત બનીને આવે છે.
જયારે મારો જીવનમાંથી રસ ઉડી જાય છે
ત્યારે તું મોરલીના મોહક સૂરના સ્પંદનો મોકલે છે.
ઓ મારા રાજા !
અને આમ ને આમ મને મળી રહે છે
જીવન જીવવાની અદભુત શક્તિ.
હું નથી બાઈ મીરાની ભક્તિ

હું તો છું તારી રાધાની શક્તિ. (પંકજદાંડી)

Saturday, February 17, 2018

એડવાન્સ ઇફેક્ટ

એડવાન્સ ઇફેક્ટ

વીક એન્ડમાં તારા મોન્ટ્રિઅલ આવવાના,
સમાચાર મને ખાનગીમાં મળી ગયા છે.
ઓછી થઇ છે ઠંડી, ફ્રીઝીંગ રેઇન પણ બંધ છે
લાગે છે વિન્ટરે મીડ ટર્મ બ્રેક રાખી છે.
બાયનોક્યુલર જેવી મારી ઉત્સુક નજર,
ટ્રાફિક ઓન હાઇવે ફોર્ટી ચેક કરી રહી છે.
સાચી વાત તો એ છે કે આ પંકજને,
તારા આગમનની એડવાન્સ ઇફેક્ટ થઇ ગઈ છે.

(પંકજદાંડી)

Monday, February 12, 2018

બિન તેરે મૈં આધા.



અરે .... આ કોણ ?
કોણ જોગિંગ કરી રહ્યું છે મારી આગળ?
મારે તો સેઇફ ડિસ્ટન્સ રાખવું હતું તારાથી.
આથી જ તો હું વૃંદાવન રિટર્ન નો'તો થયો.
રુકિમણી હોય કે જામ્બુવતી,
સત્યભામા હોય કે કાલિન્દી.
દરેકને અદેખાઈ તારી જ કેમ આવે છે ?
આઠ આઠ પટરાણીઓના સહવાસ,
છતાં હું ગૂંગળાય જાઉં છું.
હવે સમજ્યો,
આ ગુંગળામણ એ બીજું કશું નથી,
પણ તારા અલિખિત પ્રેમસંદેશના અદ્દશ્ય તરંગ.
એટલેજ સાચું કહું છું રાધા:
બિન તેરે મૈં આધા.

(પંકજદાંડી)