સૌથી ઉપર હું માણસ છું
ઓરણા અને સામાપુરનાં ભાડાનાં ઘરથી મારો જીવનપ્રવાસ આરંભાયો,
ઘોડિયાં બદલાયાં, ઘર બદલાયાં, પ્રેમાળ પાડોશીઓ પણ બદલાયાં.
મારી બાએ પ્રેમથી
મારું જતન કર્યું,
માંદગીમાં મને બાના
સ્નેહની અનુભૂતિ થઇ.
પપ્પાએ કડકાઈની
શક્તિથી શિસ્ત આપ્યું,
કેનેડામાં
પપ્પાની શિસ્તની શક્તિનો એહસાસ થયો.
નાનાં ભાઈ-બહેનનો
પ્રેમ મળ્યો, મારુ બાળપણ ખુબ
ખીલ્યું.
સૌએ આગળ વધવામાં
સાથ આપ્યો,
અને સર્વશ્રેષ્ઠ
પામવા મને દુનિયાના દરિયામાં ધકેલ્યો.
પત્નીનો સંગાથ
મળ્યો,
સંસાર મંડાયો.
બાળકોના સહકારથી
કેનેડામાં સેટલ થવાયું.
હવે ચોસઠ વરસની
ઉંમરે આપ સૌની શુભેચ્છાઓ
મેળવીને સમજાયું, હું બધું કરી શકું છું.
કારણ કે મારી ભારતમાતા એ
સંસ્કૃતિનું ધામ છે.
જ્યાં ઘણું
શીખવાનું મળે છે.
આથી જ હું ગર્વથી
કહું છું હિન્દુ છું,
ગુજરાતી છું, ભારતીય છું, કેનેડિયન પણ છું,
દાંડીકર છું અને
એ સૌથી ઉપર હું માણસ છું.
(પંકજદાંડી)
વાહ વાહ !
ReplyDelete