Monday, October 12, 2015

રાત ગરબાની આવી છે



રાત ગરબાની આવી છે
જશે જરૂર મિલન સુધી,
મારું દિલ મને લઇ જશે
હવે મિત્રોથી  પ્રીતમ  સુધી.
ઘર સુધી, દ્વાર સુધી
રોડ સુધી, કાર સુધી,
ગરબે ઘુમીને જવું છે મારે
મુજ  સ્વજનના દિલ સુધી.
ઇન્ડિયન, કેનેડીયનગુજરાતી
હિંદુ છું  હજુ સુધી
ફ્રેંચ બોલું, ઈંગ્લીશ ભણું
ગણગણું ગુજરાતી કડી.
તપ છું પાર્વતી, બળ છું સીતા
પ્રેમ છું રાધા રૂડી,
શક્તિ છું સાવિત્રી, ભક્તિ છું મીરાં,
વ્યક્તિ છું જરા  જુદી
રાત ગરબાની આવી છે,
જશે જરૂર મિલન સુધી,

(પંકજદાંડી)






જહાં તું જાતી હૈ....


જહાં તું જાતી હૈ વહાઁ ચલા આતા હું
પીછે પીછે તેરી બંસી બજાતા હું
તો બતા દે કી મૈં તેરા કૌન હું ?
કાન્હા કી રાધા સે લગન કી યે બાત હૈ
પ્યાર કે રાસ રમઝટ કી યે બાત હૈ
મુઝે ના પૂછો કી તુમ મેરે કૌન હો
મૈં તો શોર મચાઉંગી
કરની તુમ્હારી ફેસબુક પે લીખુંગી
ખૈર જો ચાહો, ચલે આઓ મેરે ઘર પે, 
મખ્ખન ખાઓ સિર્ફ મેરે મટકે સે

મૈને ક્યા બુરા કિયા હૈ
બંસી બજાકર હી ખેલ ખિલાયા હૈ
બડે ભૈયા ઔર દોસ્ત કો બુલાઓ
અભી અભી યહાં ફૈસલા કરાઓ

કાન્હા હુઆ જબ તેરા દીવાના ,
કહના તુમ્હારા અબ કૌન માને
જહાં તું જાતી હૈ ........

(પંકજદાંડી)


Saturday, October 3, 2015

હતો શિયાળો અને ઠંડક રાધા

હતો શિયાળો અને ઠંડક રાધા
છે ઉનાળો અને ગરમાટ રાધા,
હશે ચોમાંસુને વરસાદ રાધા.

ઉઠાવ્યો સુદર્શન આંગળીએ ને બચાવી રાધા,
રેલાવ્યો સુર વાંસળીએ ને બોલાવી રાધા
ફેંક્યો કંકર મટકીએ ને રડાવી રાધા.

વગાડું વાંસળી હવે તો યાદ આવે રાધા
ચાખું માખણ હવે તો યાદ આવે રાધા,
રમું રાસ હવે તો યાદ આવે રાધા


(પંકજદાંડી )

Saturday, September 26, 2015

કાનજીનું ક્રિકેટ

કાનજીનું  ક્રિકેટ

કાનજી મારો ક્રિકેટ રમે ને બોલિંગ કરે ફાસ્ટ,
રાધાજીનું બેટિંગ જાણે દ્રવિડ નો અવતાર.
ક્યારેક રમે સહેવાગ જેવું, ને ક્યારેક યુવરાજ,
રાધાજી નું બેટિંગ જાણે સચિન નો અવતાર,
કાનજી ગયો કુંબલે પાસે ને શીખી એક ચીઝ,
ધોનીના કાનમાં ધીરેથી કહ્યું નજર રાખજે ક્રીઝ,
રાધાજી નું બેટિંગ જાણે લક્ષ્મણ નો અવતાર.
ચાઈનામેન અને ગુગલી ફેંકી રાધાને કરી બીટ,
રીવ્યુ માગી રાધા બોલી, કાનજી તારી ચીટ,
રાધાજીનું બેટિંગ જાણે કોહલી નો અવતાર .

(પંકજદાંડી)


Sunday, September 20, 2015

ઢીંક ચીકા ઢીંક ચીકા

ઢીંક ચીકા ઢીંક ચીકા, ઢીંક ચીકા ઢીંક ચીકા
રે .......,
દશ દિનો મેં દશ તરીકેસે , પૂજા તેરી કરુંગા રે...
ઢીંક ચીકા ઢીંક ચીકા........
દશ દીનોકે બાદ, લગતા હૈ અબ ના તેરે બીના રહ પાઉંગા રે
ઢીંક ચીકા ઢીંક ચીકા........
આસો માસ મેં જબ આયેગી નવરાત, ઓન કર લુંગા ગરબે કા ટ્વીટર ,
દીવાલીકે દિન તેરે હી નામકે જલાઉંગા મૈં ફટાકે રે........
ઢીંક ચીકા ઢીંક ચીકા........
ઉત્તરાયણ મેં પતંગ કે પીછે તેરા હી નામ લીખુંગા રે..
હોલીકે દિન રંગો કે સાથ તુઝે ભી રંગ ભર દુંગા રે મૈં
ઢીંક ચીકા ઢીંક ચીકા........

(પંકજદાંડી)

Friday, September 18, 2015

ગાય ઘરે ન આવી

ગાય ઘરે  આવી

આજ રાત પડી તોય મા જશોદા ની ગાય ઘરે આવી,
આકુળવ્યાકુળ થઇ   તો ઓટલે બેસી બબડી .
હાય મારી ગાય ખોવાણી, ગાય ખોવાણી,ગાય ખોવાણી રે.  
હારી થાકીને નંદએકલા  ગાયને શોધવા નીકળ્યા ,
રાધાના હાથમાં બંસી પકડાવી કાનાભાઈ ડેડ સંગ જોડાયા.
"કમ ઓન માય બ્રેઈવ સન" નંદ ઘણો હરખાયો,
નાનકડા હાથમાં બેટરી ઝાલી, ડેડને રસ્તો દેખાડ્યો.
બારણે ઉભી મોમ જસોદા પાડે કાનાને સાદ,
પ્રિન્સ મારા પાછા વળો, રસ્તે છે કાળી નાગ.
એક હાથમાં ડેડની આંગળી ને બીજા હાથમાં બેટરી,
મોમ તારો ચબરાક કનૈયો જશે નાગને છેતરી .
નવરી બેઠી રાધાએ જરા વાંસળી હોઠે લગાડી,
સૂર એના એવા રેલાયા, દૂર વનમાં સંભળાયા .
 જશોદાની  ગાય દોડતી આવી, સંગ માં વાછરડી રે,
નંદ ને કાનો રીટર્ન થયા, ને  જશોદા હતી  હેપ્પી રે.
(પંકજદાંડી)