Friday, November 4, 2016

જિંદગી જીવવા જેવી લાગી

એક દિ અચાનક જીવનના સરવાળા ને બાદબાકી કરી જોયાં.
શું હતું સારું અને શું ખરાબ નો તફાવત શોધી જોયો.
કહેવાય છે મિત્રો વિનાનું જીવન નકામું છે,
છતાંય મિત્રોની છણાવટ કરી જોઈ
મારી તકલીફ મા ખુશ થનાર મિત્રોની બનાવી યાદી,
પછી  કરી દીધી તે તમામની બાદબાકી,
પરિણામ, હવે જિંદગી જીવવા જેવી લાગી.

(પંકજદાંડી)

કોણ મારી સાથે છે અને કોણ વિરુદ્ધ.

મેં અનુભવ્યું છે નસીબને પણ પરિવર્તન ની આદત છે.
અને પરિવર્તન બાદ બેક મીરરમાં જોવાનું એને ગમે છે.
જયારે મારો સમય સારો હતો, મેં મઝા કરી, ઊડ્યો નો'તો.
જયારે મારો સમય ખરાબ હતો, મેં ધીરજ ધરી, હાર્યો નો'તો.
પ્રભુની કૃપા, આપણી ધીરજ અને મહેનત રંગ લાવે છે જરૂર.

હું તો વિચારતો નથી કે કોણ મારી સાથે છે અને કોણ વિરુદ્ધ.

દાદા આજે શું લાવ્યા

મોડી રાતે ઘરે રિટર્ન થાઉં છું,
ડોર મારુ જાતે જ ઉઘાડું છું.
ક્યારેક જાગતી હોય છે આર્યા,  
પૂછે 'દાદા આજે શું લાવ્યા ?'
હોઉં છું તો થાકી ને ઠૂસ,
પણ એના સવાલ થી થઇ જાઉં છું ખુશ.

(પંકજદાંડી)

ક્યારેક મેં પણ કર્યું છે


નાની આર્યા જે કરે, એ જ ક્યારેક મેં પણ કર્યું છે.
ગમતી વસ્તુ ખરીદવાની જીદ મેં પણ કરી છે.  
ન જો મળે વસ્તુ, તો જોર જોર થી રડયો છું.
બા નું ખિસ્સું હળવું કરાવી, જીદ પુરી કરી છે.  
ખાદી, સિલ્ક અને બાફ્ટા નું કાપડ મંગાવી
હાફ પેન્ટ અને શર્ટ દાદા પાસે સીવડાવ્યાં છે.
બેટ, બોલ, ભમરડો ને પતંગ, વારે વારે  મંગાવ્યાં છે.
પરંતુ હવે પરિસ્થતિ ઘણી બદલાઈ ગઈ છે.
મોન્ટ્રિઅલ માં જિંદગી સલવાય ગઈ છે.
બા ને યાદ કરું છું ને સાથે જીવવા માંગુ છું,
પણ હવે જીદ પુરી થતી નથી, બા અહીં આવી શકતી નથી...


(પંકજદાંડી)

એક કંકર લગ ગયા


એક કંકર લગ ગયા રે,
બેરી કાન્હા કે હાથોંસે
મટકા મેરા ફોડ દિયા હાય રે ધોકે સે
માનાકે મુઝે જાને દેગા વો
મગર અપના દાન લેગા વો

લાખ છુપાકે આયી થી મૈં 
અપને છાછ કે મટકે કો
એક પલ મેં હી તોડ દિયા
બૈરી કાન્હાને પેહરે કો

મુઝે શર્મ સી આયે ....(હાય તોબા )
  મેરા દિલ ઘભરાયે ......( હાય તોબા)

અરે બાહોં મેં,
ચૂક ના જાયે ઐસે મૌકે સે
તેરા મટકા મૈને ફોડ દિયા 
હાય રે ધોકે સે

(પંકજદાંડી)


ઓપ્શન જ નથી

એઈ..... રુકિમણી, ને જાંબુવતી,
સાંભળો સત્યભામા ને કાલિન્દી .
તમે મને ફેસબુકમાં અનફ્રેન્ડ કરી,
વોટ્સ એપ માં બ્લોક કરી.
કાનજી નું  મેલ બદલ્યું,
ને બદલ્યો એનો મોબાઈલ.
પણ તમારા 'એમને' પૂછતાં કેમ નથી ?
 એના હૃદયમાં તો મને બ્લોક કરવાનું
ઓપ્શન નથી. !!!! 

(પંકજદાંડી)

થા તુમસે પ્યાર કિતના

થા તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી રહે હૈ તુમ્હારે બીના ()
થા તુમસે પ્યાર.......
દેખ જિંદગીકા ગમ ઉઠાયા  મૈને
પૂછ જીંદગી બિતાયી કૈસે મૈને
દિન ભી યહાં તો લગે બરસ કે દોસ્ત
તેરા ઈન્તેજાર કિતના યે હમ નહિ કહતે દોસ્ત
થા તુમસે પ્યાર.......
તું કોઈ ઔર સે હૈ યે દેખકે જલતા નહિ મૈં
મગર બડી મુશ્કિલ સે સંભલતા હું મૈં
કિતની બાર યાદ કરતા હું તુમ્હે ક્યા પતા
દિલ કિતના બેકરાર હૈ તુમ્હે ક્યા પતા
મગર જી રહે હૈ તુમ્હારે બીના ()
થા તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે

મગર જી રહે હૈ તુમ્હારે બીના