Friday, June 5, 2026

વિનય મંદિર મને વ્હાલું

 

વિનય મંદિર મને વ્હાલું

‘એ ફોર એપલ’ મને જ્યાં ભણવા મળ્યું,

X²-Y² સૂત્ર મને જ્યાં શીખવા મળ્યું.

જ્યાં શિક્ષકનું વર્તન પ્રેમથી ભર્યું,

તે વિનય મંદિર મને સહુથી વ્હાલું !

સુથારી, લુહારી, ટર્નીંગ , ફિટિંગ,

વેલ્ડિંગ અને વાયરિંગ સુધ્ધાં કરી નાખ્યું.

ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઈંગ્લીશ સાથે,

મેટ્રીક અમે પાસ કરી નાખ્યું.

સમાજ નવ નિર્માણમાં અમે ગાંધીજીને ભણી ગયા,

હિન્દી અને ગુજરાતીમાં ઈંગ્લીશ અમે શીખી ગયા.

ભણાવી ભણાવીને મગજ નથી રાખ્યું ખાલું,

મારુ વિનય મંદિર મને આજે પણ વ્હાલું !

(પંકજદાંડી)

લગ્નની કંકોતરી

 

લગ્નની કંકોતરી

 યાદ છે ???

હતી ઉનાળુ વેકેશનની ઘડી,

ને અચાનક તું મને બસમાં મળી.

 મેં પૂછ્યું; ક્યાં હતી તું ?

અને તેં કહ્યું હતું ....

તારી સ્કૂલમાં, તારા ક્લાસમાં, તારા હાસ્યમાં, તારા રહસ્યમાં....

ને તો ય હું ગાંડો કશું સમજ્યો નહિ ને પૂછી બેઠો,

તો ક્યાં નથી તું ?

અરે.........તારી કિસ્મતમાં.... !

એટલું બોલીને, તું બસમાંથી ઉતરી....એ ઉતરી.

અને બે વીક પછી,

મળી મને તારાં લગ્નની કંકોતરી !

 (પંકજદાંડી)

 આમ તો છે આ તેંતાલીસ વરસ પહેલાંની વાત,

પણ છેક આજે મળ્યો એને કવિતાનો સાથ.

બળબળતા બપોરની બરાબર યાદ છે એ ઘટના,

એક કહાણીના ઉદય પહેલાંજ અસ્તની દુર્ઘટના.

Sunday, May 24, 2026

દાંડીનો મેળો

 

દાંડીનો મેળો

સૌ બાળમિત્રો ભેગા મળીને દાંડીના મેળામાં જતા હતા,

હિતુ, ખંડો, મોહન અને જયંતી અમારા લીડર હતા.

બા પાસેથી મળેલા સિક્કામાં લખપતિનો અનુભવ થતો હતો,

અમારી નાની નાની આંખોથી દુનિયાની અજાયબી જોતા હતા

સોમવતી અમાસે નાગનાં દર્શન કરતા હતા,

ને પાંચ પૈસામાં આખી ટોળી પુણ્ય કમાતી હતી.

ફુગ્ગો ફુલાવી, વાંસળી ને પીપુડી વગાડી હતી,

રેવડી, ચીકી, દાળિયા ને ‘જાત્રાબોર’ ખાધાં હતાં.

ત્યારે પ્લાસ્ટિકના લાલ લીલા ચશ્માથી

દુનિયાની રંગીની જોતો હતો,

અને આજ સવારથી ‘કહાં ગયે વો દિન’

 કહીને આત્મા મારો રોતો હતો.

(પંકજદાંડી)

આજે રવિવારે આખા ઇન્ડિયામાં કોરોના સામે લડવા માટે જનતા કર્ફ્યુ છે ત્યારે 50-55 વરસ પહેલાંના ભૂતકાળને વાગોળતી આજની રચના .............અમારા બાળપણ દરમ્યાન સોમવતી અમાસના દાંડીના મેળાનું ખાસ્સું આકર્ષણ રહેતું. તેમાં પરિમલની પ્લાસ્ટિકની ટ્રક (રમકડું), પ્રકાશનું ખમણ અને મારું કેલિડોસ્કોપ (જેને અમે દૂરબીન કહેતા) લગભગ નિશ્ચિત ખરીદાતાં. કરંડિયાઓમાં સાપ લાવીને સાપને દૂધ પીવડાવવાના બહાના હેઠળ પૈસા પડાવતા મદારીઓ પણ આવતા. અમે હોંશે હોંશે પુણ્ય કમાવા માટે પાંચ પૈસા ખર્ચીને નાગના દર્શન કરી ધન્યતા અનુભવતા. ક્યારેક કોઈએ દરિયાદેવને ધરેલું નાળિયેર મળી જાય તો સૌ બાળમિત્રો વહેંચીને ખાતા. બાળપણની આ એક અનેરી મઝા હતી. સૌના ખીસા લગભગ ખાલી પણ દિલ ઉદાર રહેતાં. અને સૌથી મોટી વાત નિશાળમાં અનોફીશીયલ રજા રહેતી. ........અફસોસ એ જ કે હવે એવો મેળો થતો નથી.

દાંડીકૂચ-2020

 

દાંડીકૂચ-2020

યહી જગહ થી, યહી દિન થા, કુછ બદલે હૈ તો હાલાત,

ગરીબ હિન્દુસ્તાન પે છાયી થી સદીયોં સે કાલી રાત.

તબ લગા થા બ્રિટિશ ઇંડિયા મેં નમક કા અંધા કાનૂન,

આજ છાયા હૈ ચાઈનીઝ કોરોના કા કમ્પ્લીટ લોકડાઉન.

ઇસી જગહ ઇસી દિન દિખાઈ થી હમને અપની ઔકાત,

એક નંગા ફકીર લે આયા થા સાબરમતી સે બારાત.

ચપટી નમક ઉઠા કે બાપુને યહાં સે કિયા થા એલાન,

અબ તો હર હાલ મેં  હોગા આઝાદ મેરા હિન્દુસ્તાન.

9 - 9 દિયા જલા કે મોદીને ફિર સે કિયા હૈ એલાન,

કોરોના પે લગાયેંગે હમ સબ મિલકે અચ્છા લગામ. 

દાંડી સે નિકલા થા નારા ઉસ દિન આઝાદી કા,

હમને દિખા દિયા દુનિયાકો પાવર હિન્દુસ્તાન કા.

(પંકજદાંડી)

આજથી નેવું વરસ પહેલાં 5મી એપ્રિલ 1930ના રોજ એક યુગપુરુષના પાવન પગલાં મારા ગામની ધરતી ઉપર પડયાં હતાં. અને બીજે દિવસે જે અંગ્રેજ સલ્તનતનો સુરજ ક્યારેય આથમતો ન હતો તેના પાયામાં લૂણો લગાડવાની હિમ્મત થઇ હતી. આજે ફરીથી 5મી એપ્રિલ 2020ના રોજ ચાઈનીઝ કોરોનની વૈશ્વિક મહામારીને ટક્કર આપવા બીજા યુગપુરુષને ઈશારે દીપ પ્રાગટ્ય થયું. પરસ્પર વિરોધી ગણાતી આ બે વિચારધારા અંતે તો મળે છે જનકલ્યાણ અને ભારત કલ્યાણના મહાસાગરમાં. આજની રચના બે  ભારતીય ગુજ્જુ યુગપુરુષો ગાંધી અને મોદીને સમર્પિત છે.

દાંડીકૂચ

 

દાંડીકૂચ

યહી જગહ થી, યહી દિન થા, કુછ બદલે હૈ તો હાલાત,

હિન્દુસ્તાન પે છાયી થી સદીયોં સે કાલી રાત.

ઇસી જગહ ઇસી દિન દિખાઈ થી હમને અપની ઔકાત,

એક નંગા ફકીર લે આયા થા સાબરમતી સે બારાત.

ચપટી નમક ઉઠા કે બાપુને યહાં સે કિયા થા એલાન,

અબ તો હર હાલમેં  હોગા આઝાદ મેરા હિન્દુસ્તાન.

દાંડી સે નિકલા થા નારા ઉસ દિન આઝાદી કા,

દાંડી ને પહુંચા દિયા દુનિયાકો સંદેશ ભારત કા

 (પંકજદાંડી)

દાંડી ગામની કહાણી

 

દાંડી ગામની કહાણી

મારા ગામની પણ અજબ કહાણી છે,

આઝાદીની વારતા અહીંથી જ મંડાણી છે. 

અડધી વસતી પરદેશ વસી છે,

પણ વતનપ્રેમ શુદ્ધ દેશી છે.

ભાષા અમારી તળપદી છે,

પણ સૌ બોલે મીઠી વાણી છે.

ટુરિઝમની નવી કમાણી છે,

ને લક્ષ સૌનું અંબાણી છે.

 મા અગાસી અમારા કુળની રાણી છે,

બસ આ જ મારા દાંડી ગામની કહાણી છે.

(પંકજદાંડી)

આજથી નેવું વરસ પહેલાં સાબરમતી આશ્રમથી દાંડીકૂચનો આરંભ થયો.ઇતિહાસના એક નવા પ્રકરણની શરૂઆતથઇ. ત્યારબાદ અનેક નકલી દાંડીકૂચ થઇ છે અને થતી રહેશે. આજે પણ કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી પદયાત્રાનો આરંભ થયો છે. પણ મારી રચના તો મારા ગામને જ અર્પણ.......

ડાર્લિંગ

 

ડાર્લિંગ

કોલેજ જીવનનો અતિ મીઠો મિત્ર હતો તું,  

વીતેલી યાદની નમકીન મીઠાશ છે તું.

અમૃત નહીં, અમારો ડાર્લિંગ હતો તું,

નિવૃત્ત પછી પણ પ્રવૃત્ત રહેજે તું.

મારી મજાકને સિરિયસ નો'તો લેતો તું ,

તારી ઘણી પરેશાનીનો ગુનેગાર છું હું.

દોસ્તોની યાદનું સંસ્મરણ બનજે તું,

અમૃત છે હવે અમૃત થઈને જીવજે તું.

(પંકજદાંડી)