Monday, January 30, 2017

કૃષ્ણ ની મોરલીને વાગવાનું મન થાય


કૃષ્ણ ની મોરલીને વાગવાનું મન થાય,
ગોપીઓના ચરણોને ભાગવાનું મન થાય.

જમાનાના જળમાં હંસને તરતા જોઈ,
હરણાંને પણ નહાવાનું મન થાય .

જયારે જયારે  રાધા કૃષ્ણની લીલા થાય,
ત્યારે ગોપીઓને માનવ દીવાલ રચવાનું મન થાય.

શીદને રચાતી હશે માનવ દીવાલ ગોપીઓ ???
કૈંક પ્રશ્ન થયા ગોવાળોના મનમાં.

સમજુ ગોવાળને જવાબ જડ્યો,
ક્યાંક નજર લાગી જાય કાનાની લીલાને આપણી !


(પંકજદાંડી)

કૃષ્ણ કોલેજીયા


છોડને છોકરા કૃષ્ણ કોલેજીયા
કોલેજ વિના નોલેજ કેમ થાશે ?
કેમ્પસ માં છોકરા ટોળે મળ્યા
આપણો જી.એસ.કોણ થાશે ?

કેન્ટીનમાં ફાફડા
તીખાં તીખાં ભજિયાં,
ચા અને ચટણી કોણ લેશે ?
ક્રષ્ણ મારો કાળીયો
રાધા સંગ નાચીયો
મીરાં નો હાથ તે કોણ ઝાલશે ?

જમાનાના તીરે પીકનીક મનાવતાં
મધુરી શી મોરલી કોણ વાહશે ?

પૂછે પંકજ તુજ ગુણ ગાઈને,
ફેસબુકે પોષ્ટ તે કોણ કરશે ?

(પંકજદાંડી)


સ્વાતંત્ર્યનું સ્વર્ગ


હે પરમ પિતા !
મારી મા ભોમને પ્રાપ્ત થાવ એક અનોખું સ્વર્ગ.
સંપૂર્ણ સ્વાતંત્ર્યનું સ્વર્ગ.
જયાં કોઈ ન રહે જાત પાત, ન કોઈ અનામત.
ન આંદોલન, ન હડતાલ, ન બંધનું એલાન.
સૌના મસ્તક રહે ગર્વથી ઉન્નત.
ખુલ્લા રહો તમામ દ્વાર, જ્ઞાન અને વિજ્ઞાનના.
જયાં રાજકારણીઓ અને ધર્મગુરુઓના
સ્વાર્થલોભને કારણે કોમી દંગલ ન હો.
ધર્મ, જાતિ, વ્યક્તિ અને વિસ્તારની ઉપર દેશપ્રેમ હો.
જયાં સ્વચ્છતા અને શૌચાલય માટે
જાહેરાતની જરૂર ન હો.
જયાં સદા વિકસતી રહે 
સદ્દવિચાર અને વિકાસની વિચારધારા.
જયાં ગાંધી અને મોદી વિચારોનો સુભગ સંગમ હો.
એવું સ્વાતંત્ર્યનું સ્વર્ગ મારા દેશને પ્રાપ્ત થાવ.

(પંકજદાંડી)

Friday, January 20, 2017

હું તને ગમતો'તો



હું તને ગમતો'તો,
તું પણ મને ગમતી'તી,

સાચું હતું આપણે બંને 
એકબીજાને ગમતાં હતાં

ગયો હતો સ્કૂલમાં, 
જયાં આપણે ભણતાં હતાં,

પહોંચી ગયો બાગમાં,
જયાં આપણે મળતાં હતાં.

પતંગિયાં ઉડી પૂછે
તમે કેમ હવે દેખાતા નથી ?

તમારી ખાસ ઓલી સંગ 
અહીં  લપાતા નથી ?

વર્ષો પછી હજુ પણ ઉભું છે
ઝાડનું એ થડિયું,

મેં  જેના ઉપર કોતર્યું હતું,
 ‘આઈ લવ યુ.

હજુ પણ અકબંધ છે
નીચે તારો નીચે જવાબ

આઈ લવ યુ 2
મેરે દિલકે નવાબ.

 (પંકજદાંડી)


હિન્દુસ્તાની નારી



હું છું હિન્દુસ્તાની નારી

મળતાંજ ચાન્સ સહુએ આંખ મિચકારી.

હું સીતા છું, રામે મને ત્યાગી

હું શકુંતલા છું, દુષ્યંતે મને દાગી

હું દ્રૌપદી છું, હારેલાએ મને હારી

હું નિર્ભયા છું, ચાલકે મને રહેંસી.

કહેવાઉં છું લક્ષ્મી અને જગદંબા પણ, છું તદ્દન બિચારી

સાધુ, સંત ને પોલિટિશિયનના વેશમાં જોયા મેં શિકારી.

હું છું હિન્દુસ્તાની નારી

(પંકજદાંડી)



નયન ટકરાયાં


ઉઘડતી સ્કુલની વહેલી સવારે
પ્રથમ આપણાં નયન ટકરાયાં
ટનટન  વાગતા બેલની સાક્ષીએ
પછી આપણાં હૈયાં જકડાયાં.
કર્યા મનસૂબા આપણે 
એકમેકને ચાહવાના
પણ નો'તી ખબર દોસ્તો જ
 આપણને નડવાના.
અકસ્માતે આપણે 
એકબીજાને નો'તા અડયા
કોણ જાણે કેમ પણ આપણે
સંબંધમાં કાચા પડયા
પછી દિવસો વિતતા ગયા,
કેલેન્ડરના પાનાં ફરતાં ગયાં
કોઈ વાત થઇ, તકરાર થઇ,
જોતજોતામાં સ્કુલ પૂરી થઇ
સાગરમાં સરોજ અને 
અમાસમાં જ્યોત્સના શોધતાં રહયાં.
ભેગા થયા વિના છૂટાં થયાં
ને હજુય ભાગ્યને કોસતાં રહયાં


(પંકજદાંડી)

છોટે છોટે મટકો મેં મખ્ખન ભર કે



છોટે છોટે મટકો મેં મખ્ખન ભર કે,
સર પે ગગરી ડાલ  કે,
ચલો રે ગોપિયાં કાન્હા સે મીલને,
અચ્છા સા બહાના નિકાલ કે.

જા કે અબ હૈ ગઉ ચરાના,
ઔર ગોપ સે મસ્તી કરના,
જબ તક માંગે ના મખ્ખન ના દેના,
છાછ કો રાખના સંભાલ કે
ચલો રે ગોપિયાં કાન્હા ....

કાન્હા કે સંગ સખી મીઠી મીઠી બોલના,
જી મીઠી મીઠી બોલના
ઉસકો હંસાકે સેલ્ફી ભી લેના,
ગુસ્સા કરે વો તો ભી નહીં માનના,
ફેસબૂક પે ઇસકો શેર કરના,
વોટ્સ એપ  મેં ભી  ડાલ  કે.
ચલો રે ગોપિયાં કાન્હા ....


(પંકજદાંડી)