Monday, June 20, 2016

આ મારી કહાણી છે

આ મારી કહાણી છે

એક જૂની વાત છે, પણ હજુય મને યાદ છે.
કરવી કોઈ તજવીજ છે, હવે તો ઘરમાં લાવવીજ છે.
નહિ તો હું પણ નહિ, મન મારું માને નહીં.
પપ્પાને પટાવીશ, મમ્મીને મનાવીશ,
પોકેટમની બચાવીશ પણ એને લઇ આવીશ.
અનેક મનોમંથન ને અંતે…………………
અમલ નો દિવસ નક્કી થયો, ચુપચાપ સવારે રેડી થયો.
ખુશખુશાલ પહોંચ્યો ત્યાં, મારી વહાલી મળે જ્યાં.
મુજ કર ગ્રહીને લાવ્યો એને, શું સજાવી હતી ફૂલોથી તેને  !
કાકા-કાકી સામે મળ્યાં,મને નિહાળીને મલકાય ગયાં,
કાકીએ કરી કોમેન્ટ, પંકજ, યાદગાર મોમેન્ટ !
કુમારિકાએ કર્યો ચાંદલો, અને થયો ગૃહ પ્રવેશ.
માત્ર બેજ મીનીટમાં વાત વહી ગઈ,
‘પંકજ લાવ્યો લાવ્યો’ ની બુમ પડી ગઈ
દોસ્તો સૌ પરાક્રમ જોવા આવ્યા દોડી,
મમ્મી-પપ્પાની એન્ટ્રી થઇ જરા મોડી.
દિલની ધડકન વધી, પપ્પાએ જોઈ લીધી,
બોલ્યા "સરસ છે" ને હું પડ્યો કુદી.
સાચવીને રાખજેમમ્મી બોલી,
સાંભળી ઉઠ્યો હું ડોલી.
મેં કહ્યુંમમ્મી મારી એકલાની નહી, આપણી સૌની છે.”
મમ્મી મને વળગી પડી, હું એને વળગી પડ્યો,
બસ ત્યારથી અમારી થઇ ને રહી.
હજુ ગઈ કાલેજ એને ભંગાર માં કાઢી,
તો રૂપિયા દોઢસો  આવ્યા.
તો ... મારી સાયકલ ની કહાણી છે.


(પંકજદાંડી)

Saturday, June 18, 2016

વનપ્રસ્થાશ્રમે પ્રશ્ન


વનપ્રસ્થાશ્રમે પ્રશ્ન અનેક થાય છે,

કરેલા કર્મોના હવે હિસાબથાય છે.


મળે છે જવાબ જેટલા મને,

પ્રશ્નો એથી પણ ડબલ થાય છે.


નહોતા જાણ્યા કુકર્મો મારાં સમાજે,

પસ્તાવો હવે અનિદ્રા એ થાય છે.


કેટલો દુષ્ટ છું હું, એ હું જ જાણું છું,

છેતરવા નો અફસોસ હવે થાય છે.


'સુખમય રહે ઘડપણ મારું';  એ કહેવા,

ક્યારેક મંદિરના આંટાફેરા થાય છે.


 (પંકજદાંડી)


x

માય બેસ્ટ ફ્રેન્ડ


સ્કૂલ-કોલેજથી લઇ આજ સુધી
 કમળા પ્રકાશથી લઇ કમીલ રોબર્ટ સુધી,
ઘણા મિત્રો આવ્યા, અને ગયા,
 સાચા ચવાયા ને દિલમાં રહ્યા.
ખોટા  ખોવાયા, આડા અટવાયા,
કોક કપાયા ને ભૂંડા ભૂલાયા.
એક કડી અહીં ખૂટતી દેખાય,
થેંક ગોડ, આજે એ  ‘માય બેસ્ટ ફ્રેન્ડ’ ગણાય.

(પંકજદાંડી)

ઉંચી હૈ મટકી



ઉંચી હૈ મટકી, દોસ્ત મેરે કમ હૈ
કૈસે મૈં ફોડું, બડી મુશ્કિલ હૈ.......(2)

આજા આજા આજા દોસ્ત સારે લેકે આજા તેરી યાદ સતાયે નંદલાલા અબ તો આજા..(2)

ઉંચી હૈ મટકી, દોસ્ત મેરે કમ હૈ
કૈસે મૈં ફોડું, બડી મુશ્કિલ હૈ
તેરે ઘરમે કુદકે આઉંગા મૈં
સો ખિડકી તોડકે ભી આઉંગા મૈં

તું મેરા લવ હૈ આના પડેગા, તુજે થોડા રિસ્ક તો ઉઠાના પડેગા

દેખતી માં હૈ, પીછે બલરામ હૈ,
પાગલ દિલ હૈ બડી મુશ્કિલ હૈ
ઉંચી હૈ મટકી, દોસ્ત મેરે કમ હૈ
કૈસે મૈં ફોડું, બડી મુશ્કિલ હૈ

આજા આજા આજા દોસ્ત સારે લેકે આજા તેરી યાદ સતાયે નંદલાલા અબ તો આજા..(2)

ઉંચી હૈ મટકી, દોસ્ત મેરે કમ હૈ
કૈસે મૈં ફોડું, બડી મુશ્કિલ હૈ
તું આગે આગે મૈં પીછે પીછે,
સુબહ ઔર શામ તું મુજકો ખીંચે

કહાં જા રહા હૈ બંસી કો લેકે,  ગોપી કી હંસી કો સસ્તે મેં લેકે

ઉતની હૈ દૂર તું, જીતની કરીબ હૈ
મખ્ખન ખીલાતી, લડકી અજીબ હૈ
મથુરા બંધ હૈ, નાવ નહીં ચલતી
કૈસે મૈં આઉં, બડી મુશ્કિલ હૈ

આજા આજા આજા દોસ્ત સારે લેકે આજા તેરી યાદ સતાયે નંદલાલા અબ તો આજા..(2)

(પંકજદાંડી)


કિયા ન તુમકો ઈ-મેલ કભી

કિયા તુમકો ઈ-મેલ કભી, ન મેસેજ કિયા હમનેફેસબુક પર આજતક, તુમસે પ્યાર કિયા હમને


યે પ્યાર ક્યા હૈ આખિર પુછોતો હમસેતુમપે હી કવિતા કરતે આયે કિતને દિનોંસે


એક તો કોમેન્ટ મિલ જાયે આપકી તરફસે
કુછ ડાયરેક્ટ લિખેંગે વરના અબ તો કસમસે


હરદિન, હરઘડી  ફેસબુક પે ઇન્તજાર કિયા હમને
મૈને તુમકો  બતાને કે કુછ પ્રયાસ કિયે


સચ હૈ અબતક ફોન પે હમ કહ પાયે
લેકિન સચ હૈ કી જબસે ફ્રેન્ડ બનાયા હૈ તુજકો


લીખનેકી ચાહત મેરી બઢતી હી જાયે
જો કુછ ભી સિક્રેટ થા  અબ જાહીર કર દિયા મૈને
 (પંકજદાંડી)

બેઉ ફસ્યાં

બેઉ ફસ્યાં

યાદ છે એક દિ' હું અને તું સામસામે મળ્યાં,
ને છાના છપના મરક મરક હસ્યાં.

તું આમ આવી રહી હતી,
હું તેમ જઈ રહ્યો હતો

કોઈ મારી આગળ હતું,
કોઈ તારી પાછળ હતું

બસ એટલામાં બેલ વાગ્યો
ને ક્લાસના બંધ બારણાને ધક્કો લાગ્યો.

ખળભળાટ માં  માંડ માંડ ત્યાંથી ખસ્યાં,
ને  મિત્રો બોલી ઉઠયા; ‘ચાલો હવે બેઉ ફસ્યાં’.


(પંકજદાંડી)

લોભાઈ ગયા

લોભાઈ ગયા

સસ્તામાં મળતું જોઈ લોભાઈ ગયા,
સેલ્સમેન ના સકંજામાં સપડાય ગયા.

એના શબ્દો કાનને કેવા મીઠા લાગ્યા,
ને હાથ ખિસ્સાથી વોલેટ ખેંચી લાવ્યા.

ખોલ્યું જયારે બોક્ષ ખરીદી હતા લાવ્યા
જાપનીઝને બદલે અમે ચાઇનીઝ ઘરે લાવ્યા.

અમને સસ્તું વેચીને સેલ્સમેન ફાવ્યા 
સસ્તાની લાલચમાં અમે વેદના લાવ્યા

"લોભને કોઈ થોભ નથી" એવું બોલ્યા
 આમ પતિ-પત્ની ઘરમાં ઝગડો લાવ્યા.


(પંકજદાંડી)