Sunday, May 24, 2026

ટેટુ

 

ટેટુ

ટેટુ કરાવ્યું તેમાં તારું નામ લખ્યું છે,

ને નામનું અસ્તિત્વ ગુપ્ત રાખ્યું છે.

કેનેડિયન ચિત્રમાં ફ્રેન્ચ ભાષા રાખી છે,

એમાં મેં કઈંક ગુજરાતી ગુપ્ત લખ્યું છે.

મેપલ લીફ રાખ્યું છે ઉપર રતાશ પડતું,

નીચે છે દીપ પ્રાગટ્ય પ્રકાશ પાથરતું.

તું જ વાંચી શકે એવું લોજીક રાખ્યું છે,

અન્યને ન સમજાય એવું મેજીક મૂક્યું છે.

(પંકજદાંડી)

 

જીવન જ્ઞાન

 

જીવન જ્ઞાન

મનોમંથન કરતાં  હું જીવન જ્ઞાન માટે મથ્યો,

ને મને મારા જ સવાલનો સચોટ જવાબ જડયો.

મારી નબળાઈની શરૂઆત આસક્તિથી થઈ,

 પછી ક્યાંકથી કામનાબહેનની એન્ટ્રી થઇ.

ધીમે પગલે વિલન ક્રોધકુમાર ઘુસી ગયા,

સાથે  સિસ્ટર સ્ટુપિડીટીને લેતા આવ્યા.

આથી મારા સદગુણોની બાદબાકી થઇ,

પરિણામે મારી બુદ્ધિ બહેર મારી ગઈ.

નથી રહી હવે જીવનમાં કોઈ ભીનાશ,

બતાવો, ક્યાં ગઈ મારા જીવનની મીઠાશ ?

 (પંકજદાંડી)

જયંતિ બાલુ

 

જયંતિ બાલુ

પ્રો. જે.બી. પટેલ, સ્ટેટીસ્ટીક્સના ઉત્તમ શિક્ષક,

એન. એ. યુ. ના સર્વ સ્ટુડન્ટ છે એમના ચાહક.

તલાવચોરા ગામથી આવેલું જયંતિ પટેલ નામ,

ઓળખે એને મિત્રો ને વિદ્યાર્થી આલમ તમામ.

આજે છે એ દોસ્તની પ્રવૃત્તિનો આખરી દિન,

આવતી કાલથી તે હશે પદ અને પ્રવૃત્તિ બિન.

યુનિવર્સીટીના સહપાઠીઓ અમે છીએ જ્યાં જયાં,

અભિનંદન અને શુભેચ્છા સંદેશ વહાવીએ ત્યાં ત્યાં.

 નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ એટલે મોજ, મઝા ને શાંતિ

બની રહે જયંતી તારી નિવૃત્તિ પણ વિજયવંતી,

(પંકજદાંડી)

ઘરમાં સુધી આવ

 

ઘરમાં સુધી આવ

હું ક્યાં કહું છું માત્ર રસ્તા સુધી આવ,

બારણું ઉઘાડ ને છેક ઘરમાં સુધી આવ.

સોસીયલ મીડિયાના સમયમાં સહેલું છે, 

વોટ્સએપ નહિ તો ફેસબુક થકી આવ.

ખુદના જ નામનો તહેવાર થઇ ને આવ,

ત્રણ-ચાર વીકનું વેકેશન બનીને આવ.

તારું નામ લઇ મેં ફુલઝર સળગાવી,

હવે તનકતારા ને કોઠી બનીને આવ.

જુદાઈના વર્ષો આમ ને આમ વહી ગયાં

હવે ઓફિશિયલ એન્ટ્રી લઈને આવ.

(પંકજદાંડી)

ઘરમાં સુધી આવ -2

હું ક્યાં કહું છું માત્ર બારણાં સુધી આવ,

બારણું ઉઘાડ ને છેક ઘરમાં સુધી આવ.

સોસીયલ મીડિયાના સમયમાં સહેલું છે, 

વોટ્સએપ નહિ તો ફેસબુક થકી આવ.

શરદપૂનમની શીતળ ચાંદની થઈને આવ,

નવલાં નોરતાંની રઢિયાળી રાત બનીને આવ.

તારે માટે જ ખાસ મેં બરફી ને ઘારી ખરીદી,

હવે દૂધ પૌંવા ને ખમણ-જલેબી લઈને આવ

જુદાઈના વર્ષો તો આમ ને આમ વહી ગયાં

હવે ઓફિશિયલ વિઝા વાળી એન્ટ્રી લઈને આવ.

(પંકજદાંડી)

 

ઘરડે ઘડપણમનો મંગલફેરો.

 

ઘરડે ઘડપણમનો મંગલફેરો.

મદામે વહાલ કરીને ઓલ્ડ મેનને કહ્યું;

ડાર્લિંગ, હું હાથમાં કરાવું ટેટું,

પછી જોડે રિસેપશનમાં જાશું.

રેડ વાઈન સાથે ડિનર લેશું,

ને ઓર્કેસ્ટ્રાના તાલે ઝુલશું.

ના કરીશ આજે તું મોડું,

લાગશે આપણું પણ કેવું જોડું !

બતાવીશું આપણું જીવન ક્રિકેટ,

હેપ્પી લાઈફની હિડન સિક્રેટ.

હાથમાં હાથ ઝાલીને મારીશું એવો,

ઘરડે ઘડપણમનો મંગલફેરો.

(પંકજદાંડી)

કોરોનાનો કપરો કાળ

 

કોરોનાનો કપરો કાળ

કોરોનાના કપરા કાળની કમકમાટી સહી છે,

વુહાનથી મોતના વિમાને ઊંચી ઉડાન ભરી છે.

લાંબા લોકડાઉનમાં લોકોની લાપરવાહી જોઈ છે,

મહામારીમાં ક્યાંક માનવતા પણ મરવા પડી છે.

કોરોના વોરિયર્સની હિંમતવાલી જવાંમર્દી જોઈ છે,

એ જ રક્ષકોને ‘અનટચેબલ’ની સજા સહેવી પડી છે.

મોદીને મુંઝવણ, તો ટ્રમ્પ ને ટ્રબલ ભોગવવી પડી છે,

WHOની ચાઈનીઝ તરફદારી દુનિયાને ભારે પડી છે.

 (પંકજદાંડી)

કરફ્યુમાં પણ ફરવાની છૂટ

 

કરફ્યુમાં પણ ફરવાની છૂટ

હે પ્રભુ,

કોઈ કરતું હોય પ્રાર્થના દિલથી,

તો સ્વીકારી લેજો.

તૂટે નહીં તેનું દિલ, તેની કાળજી લેજો.

માંગવા વાળા તો અબજો છે,

પણ સાચા ભક્તને પારખી લેજો.

કોરોનાના  કહેરથી ધરતી ત્રાહિમામ છે

ને તારો હિસાબ ખુલ્લેઆમ છે.

કટોકટીમાં બમણા ભાવની લૂંટ છે

શું કરફ્યુમાં પણ ફરવાની છૂટ છે ?

(પંકજદાંડી)