Sunday, July 26, 2015

તુલસી

આમતો તુલસી કેનેડાની વનસ્પતિ નથી. ભારત જેવા ઉષ્ણ વાતાવરણ ધરાવતા દેશોમાં ઉગે છે. અહીનું ઠંડુ હવામાન તેને માફક ન આવે.  આથી ફરજીયાત પણે કુંડામાં રોપી શિયાળા દરમ્યાન ઘરમાં સાચવવી પડે છે. મોટાભાગના હિંદુ ઘરોમાં તુલસીનો છોડ અવશ્ય જોવા મળે. ઘણીવાર આપણા રામજી મંદિરના પ્રવેશ દ્વારે  નાના નાના પ્લાસ્ટિક કે થર્મોકોલના પ્યાલામાં તુલસીના છોડ મુકેલા જોયા છે, જેને જરૂર લાગે તે લઇ જાય. ભારતમાં તેને ઘરના આંગણામાં વાવવાની પ્રથા હજારો વર્ષ જૂની છે  એવું માનવામાં આવે છે કે તુલસીના છોડને કારણે ઘરમાં નકારાત્મકતા આવતી નથી. એનું મુખ્ય કારણ આરોગ્ય અને પર્યાવરણની જાળવણી માં એનું મહત્વ છે. આયુર્વેદમાં એને સંજીવની બુટ્ટી ગણવામાં આવી છે. તુલસીમાં એવા ઘણા ગુણો છે જે મોટી-મોટી બિમારીઓને પણ દૂર કરે છે. તુલસીના પાનના સેવનથી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તુલસીનો છોડ ઘરમાં રાખવાથી તેની સુંગધ ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે સાથે હવામાં રહેલા બેકટેરીયાનો પણ નાશ કરે છે.  આમ ઘરનુ વાતાવરણ પવિત્ર અને નીરોગી રહે છે.     
જેની તુલના ન થઇ શકે તે તુલસી.  જોકે તેને ઘણા નામો છે પરંતુ તે નામો સાહિત્યિક કે વૈદકીય ભાષાઓ પૂરતાં સીમિત રહ્યાં છે. ભારતવર્ષમાં તે તુલસીના નામેજ વધુ ઓળખાય છે. તે વિષ્ણુ ને પ્રિય હતી આથી 'વિષ્ણુપ્રિયા', ઉત્તમ રસ ધરાવતી હોવાથી 'સુરસા',  દરેક જગ્યાએ સુલભ છે આથી 'સુલભા' તમામ ગામડે ઉપલભ્ધ છે આથી 'ગ્રામ્યા' વધારે મંજરી આવતી હોવાથી 'બહુમંજરી'  રાક્ષસી રોગોને ભગાડતી હોવાથી ‘અપેતરાક્ષસી’ દેવોને દન્દુભીની જેમ હર્ષ ઉપજાવે તેથી 'દેવદન્દુભી' રોગોના શૂળનો નાશ કરનારી એટલે 'સુલદની' વગેરે. જો કે તેનું વૈજ્ઞાનિક નામ Ocimum tenuiflorum  છે. મુખ્ય બે પ્રકારની તુલસીનું ભારતમાં વાવેતર કરાય છે.  લીલા-પાંદડા વાળી (રામ તુલસી) અને જાંબુડીયા-પાંદડા વાળી (શ્યામ/કૃષ્ણ તુલસી).
ભારતીય સંસ્કૃતિમાં તુલસીને પવિત્ર અને પૂજનીય છોડ માનવામાં આવ્યો છે. કારણકે તે અનેક પ્રકારની બીમારીઓની અકસીર ઔષધી છે. પરંતુ આપણે પૂજાનેજ વળગી રહ્યા અને એના ઔષધીયગુણોને ભૂલતા ગયા. અરે ભગવાનનો ભોગ પણ તુલસીપત્ર વિના અધુરો ગણાયો. તુલસીના પાનને ભગવાનના ભોગમાં અનિવાર્ય બનાવવાને કારણે મનુષ્ય પરાણે પણ એકાદ તુલસીપત્ર ખાય અને એનું આરોગ્ય જળવાય. વળી આ પાનને લીધે પ્રસાદ, પંચામૃત કે ચરણામૃત  જલદી બગડતાં નથી.          કેનેડામાં આપણે તુલસીનો છોડ ક્યાં વાવવો એ ખાસ જાણવું જરૂરી છે. તુલસી પોતે ' ઇનડોર ગાર્ડન પ્લાન્ટ’ નથી. આથી છાયડામાં કે અંધારી જગ્યાએ એ સારી રીતે ઉછરી શકતો નથી. વળી આપણે એને ઘર બહાર રાખી શકીએ એમ પણ નથીજ. આથી એને સરસ કુંડામાં યોગ્ય માટી અને સેન્દ્રીય ખાતર ના મિશ્રણ માં વાવી ઘરમાં જ્યાં વધારેમાં વધારે સમય સુર્યપ્રકાશ મળી શકે તેવી જગ્યાએ રાખવો જોઈએ. પાન એ વનસ્પતિનું રસોડું છે. સુર્યપ્રકાશની હાજરીમાં પાન પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા કરે છે. જેમાં તે કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સીજન છૂટો પાડે છે. અંધારામાં આ શક્ય નથી.  વિન્ટર દરમ્યાન ઘરમાં  ચાલતાં  હીટરથી એને દુર રખાવો જોઈએ. હીટરની ગરમીથી છોડને વિપરીત અસર થાય છે. તુલસીને નિયમિત પણે છતાં માત્ર જરૂરિયાત પુરતુજ પાણી આપવું. ઓછા પાણીથી છોડ સુકાય અને વધુ પાણીથી કુંડાની માટીમાં હવાની જવર જવર અટકે આથી મૂળ કહોવાય જાય પરિણામે છોડ નાશ પામે. શક્ય બને ત્યાં સુધી એને રાસાયણિક ખાતર ન આપવું.                                     ઘણા ઘરોમાં મેં તુલસી ઉપર થતા અત્યાચાર જોયા છે. તે પૈકી સૌથી મોટા બે અત્યાચાર એટલે છોડ ઉપર કંકુ, અબીલ, ગુલાલ વગેરેનો છંટકાવ કરવો અને સળગતી અગરબત્તી છોડની બિલકુલ બાજુમાં રાખવી.  અગરબત્તી પેટાવવી એ પૂજાનોજ એક ભાગ છે. તેનાથી વાતાવરણ સુગંધિત થાય અને મન પ્રભુ ભક્તિમાં લીન થાય. પણ આગળ જણાવ્યું તેમ  પાન એ વનસ્પતિનું રસોડું છે અને આપણે પુણ્ય કમાવાના લોભે કંકુ, અબીલ, ગુલાલ વગેરેનો છંટકાવ કરી એ રસોડાનેજ નુકશાન પહોચાડીએ છીએ. વળી સળગતી અગરબત્તીઓ છોડને દઝાડે છે, વારંવાર આમ કરવાથી છોડ મ્રત્યુ પામે તેમાં શી નવાઈ! છોડઉપર અબીલ, ગુલાલ કે કંકુ છાંટવાથી  કે તેની બાજુમાંજ અગરબત્તી સળગાવવાથી કોઈ પણ પ્રકારનું પુણ્ય મળતું નથી. પણ પાપ જરૂર થાય છે.             
   કેટલીક સ્ત્રીઓને પોતાના વાળ ઓળ્યા બાદ કાંસકી માંથી વાળનું ગુચડું કાઢી તેને તુલસીના ક્યારા કે કુંડાની માટીમાં દબાવી દેવાની આદત હોય છે. તે બરાબર નથી. આ વાળ તુલસીના પાન ઉપર અને પછી  ભગવાનના ભોગમાં અને આપણા મોમાં પાન આવી શકે છે.                                                    
  એક તરફ પ્રાણીઓમાં ગાયને અને વનસ્પતિમાં તુલસીને માતાનો દરજ્જો આપીએ છીએ અને બીજી તરફ આજ માતાઓ પ્રત્યે નિષ્ઠુર બનીએ છીએ. જયારે આપણે તુલસી નજીક અગરબત્તી પેટાવીએ છીએ ત્યારે આપણે આપણી માને દાઝાડીએ છીએ. જયારે તેના પર અબીલ,ગુલાલ કે કંકુ છાંટીએ છીએ ત્યારે આપણે આપણી માને ભૂખે મારીએ છીએ. જયારે છોડને નિયમિત પાણી નથી આપતા ત્યારે આપણે આપણી માને તરસે મારીએ છીએ, તેને અપૂરતા પ્રકાશમાં રાખીને અને હીટરની નજીક રાખીને વધુ અત્યાચારો કરીએ છીએ. તેના ઉપર વાળ નાખીને આપણી માને બદસુરત બનાવીએ છીએ. આને નિરક્ષરતા કહેવી, અજ્ઞાનતા કહેવી કે ક્રુરતા કહેવી ?                                                                       
  હું તો તુલસી પર્ણને શિવલિંગ કે અન્ય ભગવાનની મૂર્તિ ઉપર ચડાવવાની બાબતનો પણ વિરોધી  છું.મૂર્તિ ઉપર તુલસીપત્ર કે તેલ ચડાવવાનો કોઈ અર્થ નથી.આગળ જણાવ્યું તેમ તુલસીપત્ર આરોગ્ય માટે ઉત્તમ હોવાથી એનું નિયમિત સેવન કરવું જરૂરી છે.આથીજ તો એને ભગવાનના ભોગમાં અનિવાર્ય ગણ્યું છે.  तुलना नास्ति अथैव तुलसी - ગુણોમાં જેની તોલે કોઈ ન આવે તે તુલસી. તુલસીના ગુણો અને ઉપયોગીતા વિષે લખવા જઈએ તો ઘણું લાંબુ લખી શકાય પરંતુ ટૂંકમાં જોઈએ તો તે કડવી, તીખી, મધુર, સુગંધી, રુચિકર, ગરમ, પિત્તકર્તા, ભૂખ લગાડનાર, અગ્નિ વધારનાર છે. તે કફ, વાયુ,સોજો, કૃમિ, ઉલટી, દુર્ગંધ, કોઢ, શૂળ, ઝેર, મુત્રાલ્પતા, રક્તાલ્પતા, તાવ, ખાંસી, શરદી, હેડકી વગેરેનો રામબાણ ઈલાજ  છે. ટૂંક સમયમાં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા 'નાસા' ચંદ્ર ઉપર માનવ વસવાટની શક્યતા ચકાસવા માટે કેટલીક વનસ્પતિઓ ચંદ્ર ઉપર રોપવા માંગે છે. આપણી તુલસી એમની પ્રથમ પસંદગી છે. જે ને આધુનિક વૈજ્ઞાનિકો આટલું મહત્વ આપી રહ્યા છે, જેના ગુણગાન આપણા પૂર્વજો, ઋષિઓ ,મુનીઓ , આયુર્વેદાચાર્યો ગાતા રહ્યા છે એ તુલસી માતા નું મહત્વ આપણે સમજવું જરૂરી છે.                            
કેનેડામાં વસતા ભારતીયોમાં  કોલેસ્ટ્રોલ અને પીઠના દુખાવાનો પ્રશ્ન ઘણો સામાન્ય છે. તુલસી આ કોલેસ્ટ્રોલ ની માત્રાને કાબુમાં રાખવાનો ગુણ ધરાવે છે. પીઠના દુખાવાના દર્દીએ દરરોજ એક ચમચી તુલસીનો રસ લેવો ફાયદાકારક સાબિત થશે. પાતાળકોટના આદિવાસી હર્બલ જાણકારો મુજબ તુલસીના પાનને ત્વચા પર ઘસવામાં આવે તો કોઈપણ પ્રકારના ત્વચાના સંક્રમણ (ચેપ) ની સમસ્યા થતી નથી.તુલસીમાં એક વિશેષ પ્રકારની વાસ છે જે ઝેરી સાપોને ગમતી નથી. આમ તુલસી આવા ઝેરી સાપોને ઘરથી દુર રાખવામાં પણ ઉપયોગી છે.                                                                                                                                              
    એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા છે, તેથી ગોપીઓ તુલસીજી ને પોતાની સૌતન માને છે. વૈષ્ણવો ને મન દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે. કારતક સુદ એકાદશી એ તુલસી ઉત્પન્ન થવાની તિથી મનાય છે. તે દિવસે તુલસી વિવાહ રચાય છે. શાસ્ત્ર અનુસાર દેવપોઢી એકાદશી થી ભગવાન પોઢેલા હોવાથી તેમને આજના  દિવસે પ્રબોધ કરી જગાડવામાં આવે છે.તેથી આ દિવસને પ્રબોધિની  એકાદશી ના નામે ઓળખવામાં આવે છે. આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે. ગોવા કોંકણમાં આ તુલસીવિવાહની ઉત્સવ ઉજવણી દિવસભર ચાલે છે જે “તુલસી ચે લાગીન” ના નામે ઓળખાય છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ આ ઉત્સવ નું ઘણું જ મહત્વ છે. હિમાચલ પ્રદેશમાં આ ઉત્સવ પૂરા પાંચ દિવસ  ચાલે છે. તુલસી વિવાહ બાદ  જ  ભારતમાં લગ્નની મોસમ શરુ થાય છે.

પંકજ પટેલ ( દાંડી )


Monday, July 20, 2015

ઘણું હવે સમજાય છે

ઘણું હવે સમજાય છે
ઉમરે પહોંચ્યા પછી ઘણું હવે સમજાય છે,
ક્યાં ભૂલો કરી બેઠા , કસુર હવે સમજાય છે.
સ્કુલમાં ગુલ્લી મારી, ને કોલેજમાં ક્રિકેટ રમ્યા ,
માંડ સ્નાતક થયા અને નોંકરી માટે ઘણું ભમ્યા.   આ ઉમરે…..
આંખ મીચીને જોઉં તો ભૂતકાળ હવે દેખાય છે,
વર્તમાન માં રહું છું પણ ભવિષ્ય અકળાય છે.....  ઉમરે…..
સુખી થવા સંસાર માંડ્યો, ભાર એનો વધતો ગયો,
બે, ત્રણ અને ચાર ભયો, હું  એમાં દબાઈ ગયો.
ઓવર ટાઇમ ના પગારમાં પણ માંડ પૂરું થાય છે,
હવેતો લોન ના હપ્તા ય અધૂરા રહી જાય છે . ....આ ઉમરે…..
 (પંકજદાંડી)


Thursday, July 16, 2015

કહેને રાધા!

કહેને રાધા!
ટન.... ટન...ટન...! સ્કૂલનો બેલ વાગ્યો અને ક્લાસ શરુ થયો,
“અરે રાધા ક્યાં છે ?” અશોક ઉવાચ "એબ્સન્ટ ટુડે ?"
"નો,  નો  મે બી લેઇટ” રીના રીપ્લાઈડ.
અને બીજી જ મીનીટે,
“મે આઈ કામ ઇન સર ?”  ક્વેશ્ચન “યસ, કમ  ઇન.”  એન્સર.
અને પરસેવે રેબઝેબ રાધાની એન્ટ્રી.
“વ્ય્હાય આર યુ લેઇટ ડીયર ?” આરતી આસ્ક સ્લોલી,
 ફરકાવ્યું મંદ સ્મિત પણ રાધા કશું ન બોલી.
“સમજી….!, ગઈતી તું મળવા કાનાને સ્ટ્રેટ, આવી ફાસ્ટ પણ પડી લેટ.”
“કહેને રાધા શીદને પડી તું કાળા કાનાના પ્રેમમાં????”
ચબરખી પર ચીતર્યું રાધાએ, ‘કાનો પૂછે તો કહું.’
*******
નવલી નવરાત આવી, ગરબા ને દાંડિયા રાસ લાવી.
રાધા ઘૂમી ગરબાના તાલે, મારી મટકી ફોડીરે ઓલા નંદલાલે.
ગરબાની રમઝટ વચ્ચે ધારાએ ધીરેથી પૂછ્યું;
 “કહેને રાધા શીદને પડી તું કાળા કાનાના પ્રેમમાં????”
 રાધાએ ઈશારામાં જણાવ્યું:  “કાનો પૂછે તો કહું.”
*******
દિવાળી આવી,ફટાકડા ને ફૂલઝર લાવી, બરફી, પેંડા ને મીઠાઈ લાવી
કોઠી સળગાવી નાચતી ને એટમ બોમથી ભાગતી ભૂમિએ  ભાર દઈને પૂછ્યું;
‘કહેને રાધા શીદને પડી તું કાળા કાનાના પ્રેમમાં????”
રાધાએ એટલીજ હળવાશથી કહ્યું; “કાનો પૂછે તો કહું.”
*******
ઉત્તરાયણ થયા, ઉત્તરે રવિ વળ્યા, આકાશ આખામાં પતંગો ચગી વળ્યા.
એ…..ઈ કાઈપો છે નો શોર, પતંગનો દોર અને દિલ માંગે મોર
ચીકી, લાડુ, ખમણ, ફાફડા, જલેબી ને બોર, દિવસ આખો શોર બકોર
 ફીરકી પકડી ઉભેલી ફાલ્ગુનીએ પૂછ્યું;
“કહેને રાધા શીદને પડી તું કાળા કાનાના પ્રેમમાં????”
ફીરકી ફેરવતાં રાધા બોલી  ; “કાનો પૂછે તો કહું.”
*******
પરીક્ષા આવી, હવે ભણવાનું બંધ આજે છેલ્લું પેપર, કાલથી હાઈસ્કૂલ બંધ,
મિત્રો, સખીઓ, સહાધ્યાયીઓ ને મળવાનું બંધ, હાઈસ્કૂલ જીવનનો અંત. 
પેપર પત્યું, રાધા અને મીરાં ભેટી પડ્યાં
અશ્રુભીની આંખે મીરાએ છેલ્લી વાર પૂછ્યું;
“કહેને રાધા શીદને પડી તું કાળા કાનાના પ્રેમમાં????”
સજળ નેત્રે રાધાએ ઉત્તર વાળ્યો; “કાનો પૂછે તો કહું.”
*******
ત્યાંતો ચમત્કાર થયો, કાનો સાક્ષાત હાજર થયો.
સખીઓ કાનાને ઘેરી વળી સૌ નો એકજ સુર,જવાબ જાણવા ગાંડીતુર
“પુછોતો ખરા કાનાભાઈ, શીદ પડી તુજ પ્રેમમાં રાધા??”
શાયરીઓની  શહેનશાહ રૂચી, તરત એણે એક શાયરી રચી.
હર શામ કિસીકી સુહાની નહિ હોતીહર ચાહત કે પીછે કહાની નહિ હોતી;
કુછ તો અસર હોગી  મુહોબતમે, વરના ગોરી રાધા કાલે કાનાકી દીવાની નહીં હોતી.
ને કાનાએ પુછીજ લીધું
“કહેને રાધા શીદને પડી તું મુજ કાળાના પ્રેમમાં????”
હાસ્યની છોળ ઉડી અને ઉત્તર માટે રાધા મજબુર બની.
મીરાં, મોહિની, કામિની, દામિની,
દક્ષા, રક્ષા, પ્રતીક્ષા,  આશા,
સૌની નજર રાધા પર અને રાધાનો હાથ દિલ પર
 થોડું ગૂંચવાઈ, થોડું ગભરાઈ,થોડું મૂંઝાઈ, થોડું શરમાઈ,
પણ હતી એટલી હિંમત ભેગી કરી, નજર નીચી રાખી,
રાધા માત્ર એટલુંજ બોલી;
" તમે ગમ્યા ને હું પડી".
સૌ હસી પડ્યાં, જવાબ સાદો હતો પણ સાચો હતો.
 દિલનો એ સોદો હતો.
…….પછી........
પાંચ સાત વર્ષ માં તો સખીઓ સૌ પરણી ગઈ,
દેશ વિદેશ ઉપડી ગઈ, સાસરામાં ગોઠવાઈ ગઈ
પણ........ મીરાં ક્યાંક ખોવાઈ ગઈ.
ક્યાં છે મીરાં ????
રાજસ્થાનના રણમાં ?  હિમાલયની કંદરાઓમાં ?
આલ્પ્સ, એન્ડીઝ કે રોકીઝ ની બર્ફીલી પહાડીઓમાં ?   
અમેરિકાની ગગનચુંબી ઈમારતોમાં ?
ઇતિહાસના પાનાઓમાં ? શાયરની શાયરીઓમાં ?
ક્યાં છે ????
 એતો શાંત પણ અમર યાદ હતી એક દિલમાં,
 એક નવયુવાન હૈયાંનું પ્રથમ આકર્ષણ હતું ન પહોચેલી મંઝીલમાં.
અરે મંજિલ પર કદમ માંડીજ ન શક્યો.
કારણ કે બુઝદિલ બોલીજ ન શક્યો
*******
કાનો અને રાધા પરણી ગયાં
એક પ્રેમ કહાની લગ્નમાં પરિણમી એક દીકરાના માં-બાપ બન્યાં
જીવનની ગાડી સડસડાટ દોડવા લાગી.
પણ કાનાના દિલમાં ક્યારેક મીરાં પ્રત્યેના આકર્ષણના એ પાંચ દિવસ યાદ આવી જતા.
હા એ પ્રેમ એકતરફી હતો. બિચારી  મીરાં તો સાવ અજાણ
ન જણાવ્યું કાનાએ  કે ન જાણ્યું દુનિયાએ, મીરાના હૃદય ને ન પીછાણ્યું કોઈએ
પણ નામ જરૂર જોડી દીધું હતું કાના સાથે મીરાનું સૌએ
કારણ નાનું હતું ને વજૂદ કશુંજ નો'તું
એક દિ મીરાએ  કાનાને કહ્યું "હાય",અને જવાબ આપ્યો કાનાએ "હાય" 
ત્યાતો થઇ ગઈ ગુરુકુળ આખામાં વ્હાઈ વ્હાઈ
વાત એક કાનથી બીજે કાન ગઈ અને અફવા ન્યુઝ બની ગઈ
*******
વર્ષો ને વીતતાં શી વાર લાગે ?
આમ ને આમ દાયકાઓ વીતી ગયા જમાનો ઝડપથી બદલાય ગયો
જુવાન હતા ત્યારે થમ્સ અપ આવેલું,
 જુવાની ગઈ ત્યારે વોટ્સ એપ આવ્યું,
જ્યાં એક ફોન ના ફાંફાં હતાં ત્યાં ઈન્ટરનેટ અને મોબાઇલ ની ધૂમ મચી
દુનિયા નાની થઇ ગઈ ,ઈ-મેલ, ફેસબુક, ટ્વીટર, સ્કાઈપ અને કેટલુય નવું 
રંગીન ટી.વી. અને સીરીયલ દળદાર, હાસ્ય, રમુજ  અને રીયાલીટી શોની ભરમાર,
એક શો હતો 'સચ કા સામના' કાનો અને રાધા કરતા હતાં એનો સામનો.
સૌ જણાતાં હતાં રાધા કાનનો પ્રથમ પ્રેમ હતો
પણ પુછવા ખાતર પ્રશ્ન પૂછ્યો શું રાધા જ તમારો પ્રથમ પ્રેમ હતો ?
એક તરફ સત્ય બોલવાનું હતું, અને કાનો દિલ પર હાથ રાખી બોલ્યો "ના".
રાધા સહીત સૌ ચમક્યાં,ક્યાંક કાનો જુઠું નથી બોલતો ને !
મશીન 'બોલ્યું સાચું છે' રાધાનો ચહેરો કહેતો હતો 'ખોટું છે'.
મશીન ખોટું કે રાધા ખોટી ?મશીન સાચું કે રાધા સાચી ?
અને કાના એ પહેલીવાર દુનિયા સામે રહસ્ય ખોલ્યું, મોં બોલ્યું અને હૃદય મહેક્યું;
“એકવારરાધાને મેં જણાવેલુંકે;
કદાચ હું બે ઘોડી પર એક સાથે સવારી કરી શકું,
પણ બે બે કન્યાઓને પ્રેમ કરવાનું મારા માટે શક્ય નથી.
અને પછી મેં એ રહસ્ય ક્યારેય ખોલ્યું નો'તું.
હવે આજે સાચું બોલી એ રહસ્ય ખોલીજ દઉં.
વાત એમ છે કે હું, રાધા અને મીરાં,  એકજ ગુરુકુળમાં
 સીમિત વિદ્યાર્થીઓ  સૌ સૌની ઓળખાણમાં
એસ.એસ.સી પરીક્ષાને માત્ર ૪ વિક બાકી રહ્યાં હતા 
ગુરુકુળમાં  મારી નજર મીરાં પર પડી,મને જોઈ એ હસતી હસતી ભાગી.
આમ પણ"હાય" ન્યુઝ બની ચુક્યા હતા એટલે મીરાનું ભાગવું સ્વાભાવિક હતું
જીવનમાં પહેલીવાર મને યુવાનીનો અહેસાસ થયો,
કોણ જાણે કેમ પણ મને ભાગતી મીરાંમાં રસ પડ્યો.
અને એ રસ પ્રેમરસ બની ગયો.
એક તરફ એસ. એસ. સી. ની એક્ઝામ માથે,
બીજી તરફ મન પ્રેમના મઝધારે
નયન વાંચન માં અને મન મીરાં માં
આવું બન્યું હતું મારા પહેલા પહેલા  પ્યારમાં.
એણે એક વાર જરા નજર કરી હતી મારા તરફ;
હૈયું હરખાયું હતું ત્યારથી, સદાય એના તરફ
નામ મારું એના દિલમાં લખાયું, કોને ખબર? 
એનું નામતો કોતરાય ચુક્યું હતું  મારા ઈતિહાસમાં

એક આંખ પુસ્તકમાં રાખી બીજી આંખે જોતો હતો
હું એના ખ્યાલમાં જ્યાં જ્યાં નો'તો ત્યાં રહેતો હતો.
એક રસ્તો  જડ્યો પ્રેમપત્ર લખવાનો પણ એવું લખતાં આવડે ક્યાંથી ?
બીજો રસ્તો હતો સીધી દરખાસ્તનો, પણ એટલી હિંમત હોય ક્યાંથી ?
ત્યાં સલાહ લીધી  વિશેષજ્ઞની  
કેમકે  વિશેષજ્ઞ અને મીરાં પાડોશી,
પણ  વિશેષજ્ઞ મારા કરતાં પણ વધુ બીકણ આ બાબતમાં
એના નામનો અર્થ થાય ‘શક્તિ’ પણ મને મદદ કરવાની બતાવી અશક્તિ
મીરાની મમ્મી નો પ્રભાવ આખા ગામમાં ને તે કરી દે તકલીફ આ કામમાં
એની મમ્મી મુખી એને કેમ કરાય દુખી
વળી એની મમ્મી દુખી તો હું કેમ થાઉં સુખી ??
બાઉન્સર આવ્યો, વિશેષજ્ઞ નો
 “ભાઈ તારા કરતા લાગે જબરી, એટલે તું શોધ કોઈ બીજી છોકરી”
આ બાઉન્સર હું રમી માં શક્યો અને હિટવિકેટ આઉટ થયો
અંતે હું હિંમત હાર્યો, મીરાં સાથેની મેચ પણ હાર્યો
વગર પેચે મારી પતંગ ગઈ  કપાઈ, પણ એમાં રાધા ગઈ મંગાઇ
આમ ન શરુ થઇ શકેલી એકતરફી પ્રેમ કહાની નો આવ્યો અંત
પણ મળી ગયો કાનાને રાધાનો સંગ   
હજુતો હું વિચારતો હતો મીરાં, લાવ હથેળી નામ લખી દઉં
ત્યો તો રાધાએ કહ્યું દિલમાં મારા તારું ઘર કરી દઉં
જોઈ હતી ફિલ્મ, ગીત ગાતા ચલ
ત્યારથી દિલમાં થતી હતી ઘણી હલચલ
તેનું એક ગીત કર્યું મેં રાધા અને મીરાંને અર્પણ
કારણકે મારા પ્રણયનું હતું એ સાચુકલું દર્પણ
બનવું હતું મીરાનો મોહન પણ બની ગયો રાધાનો શ્યામ,
આથીજ તો કહું છું, રાધાકાભી શ્યામ ઔર મીરાં કાભી શ્યામ
ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી,
દરેક મુસ્કાન ખુશીની નથી હોતી,
મેળવવા તો ઘણા માંગે છે ઘણું બધું,
પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી.
ખબર ન પડી ક્યારે આકર્ષાય ગયો એનાય હવેતો વર્ષો થઇ ગયાં
આવ્યા અચાનક દિલમાં એવી રીતે; યુવાનીની પ્રથમ બહાર આવી ગઈ !
એવીતે શી ઘટના ઘટી કે માત્ર પાંચ દિવસ માંજ પાનખર આવી ગઈ ?
અને આમ સચ કા સામના શો પૂરો થયો., કોણે કોણે જોયો તેની કોને ખબર ?
એન્કર અને ઓડીયન્સ નો એકજ અભિપ્રાય
આને કહેવાય આકર્ષણ, કોઈ પ્રેમ નથી કાનાભાઈ.
યુવાનીના ઉંબરે આકર્ષણ તો અનેક થાય
આગ જયારે  બંને બાજુ લાગે ત્યારેજ તેને પ્રેમ કહેવાય.
*******
એક દિવસ કાનાએ  ફેસબુક પર રીકવેસ્ટ જોઈ,નામ એકદમ જાણીતું જોયું,
તરત એક્સેપ્ટ કર્યું અને સામે મીરાં મળી.
મીરાં મોન્ટ્રીઅલમાં અને કાનો ક્યુબેકમાં
બંને ભારતની બહાર કેનેડામાં
અંતર માત્ર ત્રણ કલાકના ડ્રાઈવિંગ નું
દશકોના ગાળા પછી આમ મીરાંને મળવાનું થયું.
બંને એ એક બીજાના ઈતિહાસ અને વર્તમાન જણાવ્યા
અને પવિત્ર મૈત્રીના ઈરાદા દર્શાવ્યા
વાનપ્રસ્થાશ્રમ ની આ મૈત્રી છે સમજદારી પૂર્વકની નિર્મળ, સ્વચ્છ અને પવિત્ર 
મીરાંને પણ મનગમતો માધવ મળી ગયો છે.
 સુંદર, સુશીલ અને સંસ્કારી દીકરીની માતા છે. ખુશ ખુશાલ જીવીન જીવે છે.
આજે બંને દંપતી એકબીજાના મિત્રો છે.
કાનો અને મીરાં માંગે છે એમના જીવનના આ દશકા
જે વગર વાંકે વિના સંવાદ ગુમાવ્યા.
જે ભૂલ એમણે ક્યારેય નો'તી કરી તેની સજા તેમણે ખુબ ભોગવી
પજવનારાઓ પજવી ગયા પણ બે નિર્દોષ  દિલ નાહકના ભોગ  બન્યા
જ્યાં સહુએ સમજ્યો એક અંત પજવણીની કહાણીનો;
કાના એ હવે ત્યાંથી દોસ્તીની શરૂઆત કરી છે
મન પણ ખુશીથી કેવું હરખાય ગયું
ઉંડા દરિયા જેવું હૃદય હતું કાનાનું,
પણ મીરાંની દોસ્તી ના એક ટીપે છલકાય ગયું .
કદી ન કરેલ ગુનાઓની મેં કબૂલાત કરી છે;
મારા પ્રતિબિંબ સાથેય મેં ઘણી વાત કરી છે..
એમની દોસ્તીની ની આ તે કેવી અસર છે?
અરે આ ધરતીજ હવેતો જન્નત થઇ ગઈ છે.
વાત દિલની ગોપિત રાખીને શું કરીશ પંકજ ?
તારા શબ્દોએ, દિલની રજૂઆત સત્ય  કરી છે.
****
ડેડ, વિલ યુ લાઇક ટુ  સી માય ગર્લફ્રેન્ડ?
પાર્થ નો કાનાને પ્રશ્ન.
કાનાએ જરા નજર ફેરવી તો એને નવયુવાન મીરાં દેખાઈ
દિલ ધડકન ચુક્યું,
અરે આ તો મીરાંની ઝેરોક્ષ કોપી, એની ઉલૂપી !
ઓહ માય ગોડ, એક પેઢીને વિરહની વેદના
અને બીજી ને મિલનનો આનંદ !
હે પ્રભુ, તારી લીલા અપરંપાર છે.
………..************…………
પાર્થ અને ઉલૂપી પરણી ગયાં
કાનો અને મીરાં વેવાઈ-વેવણ બન્યાં
હે પ્રભુ, તારી ગતિ ન્યારી !
(પંકજદાંડી)


આઈફોન અપાવી મને

આઈફોન અપાવી મને

આઈફોન અપાવી મને ભાવિના ભરથાર તેં ઘેલી કરી,
મિસકોલ હું મારવા લાગી તમને  ઘેલા ગણી

ખાલી પર્સમાં ડોલર મૂકી
શોપિંગમાં મને મહાલતી કરી…… ભાવિના ભરથાર (2) તેં ઘેલી કરી.

હું પહેરતી પંઝાબી ડ્રેસ ને
સ્કર્ટ-ટોપ-જીન્સ માં ફરતી કરી…… ભાવિના ભરથાર  (2) તેં ઘેલી કરી.

સેલ તે ફોનના સાતે ફીચર
અપલોડ મને દીધારે કરી  …… ભાવિના ભરથાર (2)  તેં ઘેલી કરી.

(પંકજદાંડી)

Friday, July 10, 2015

સ્ક્રીનપે હમને આપકે ફોટો સજાયે હૈ,

સ્ક્રીનપે હમને આપકે ફોટો સજાયે હૈ,
યુઝરનેમ મેં આપકા નીકનેમ લગાયા હૈ

પાસવર્ડ ભી આપ હૈ, બારકોડ ભી આપ હૈ,
બસ આપ આપ આપ હી મુઝ મેં સમાયે હૈ

બંદા કુછ ઐસે આપકી  કોમેન્ટ પે ઝૂક ગયા,
લાઇક કિયા આપને તો વક્ત રુક ગયા

શેર કરને પર તો મૈં ખુદ આપકા હો ગયા,
બસ આપ આપ આપ હી મુઝ મેં સમાયે હૈ


(પંકજદાંડી)

Wednesday, July 1, 2015

ઐસા દેશ કેનેડા...ઐસા દેશ કેનેડા.

ધરતી બર્ફીલી અંબર નીલા………..(2)
 સિર્ફ  સમર સુહાના
ઐસા દેશ કેનેડા...ઐસા દેશ કેનેડા.
બોલે પિજિયન, સીગલ આયે....(2)
   જબ સ્નો પીઘલકે જાયે.......
ઐસા દેશ કેનેડા...ઐસા દેશ કેનેડા.
બડે બડે હાઇવે પે રેસ મેં લગે જવાને
કાર ઔર બાઈક કે સબ બને દીવાને
કાર કે પીછે પુલીસ જહાં દૌડતી  દિખને આયે
રોડકે  કે કોને મેં જહાં સાયરન પુલીસ બજાયે
બસ -મેટ્રો મેં  હૈ મિલ જાની…….(2)   
કોઈ પ્રેમ કહાની
ઐસા દેશ કેનેડા...ઐસા દેશ કેનેડા.

સિંગલ પેરેન્ટ કી કાર સે  જહાં બચ્ચે ઘૂમે બીચ પે
સ્વીમીંગ કે બાદ ખાતે કેન્ડી આઈસક્રીમ શાન સે
મમ્મીકે હાથોમે હોતી સિગારેટ ઔર બીયર
જલ્દી જલ્દી બદલ દેતી હૈ અપના સપના ડીયર

ઐસા દેશ કેનેડા...ઐસા દેશ કેનેડા.
( પંકજદાંડી )