Sunday, May 24, 2026

ઓ દિલવાલી

 

ઓ દિલવાલી

ઓ દિલવાલી !

 તેરે શહરસે મૈં કુછ નિશાની લે કે આયા થા,

એક હારા-તૂટા હુઆ દિલ, ઔર

 ઉસમેં તેરી તસવીર છુપાકે લાયા થા.

લૌટા થા મૈં દાંડી બડે અરમાન લીયે,

અપને સીને મેં કઈ તુફાન લીયે.

સ્ટેટ બેન્ક સે યુનિવર્સીટી આયા,

એક ગમ કી કહાની સાથ લાયા.

‘અનકહી’ મહોબતમેં આખીર મૈં,

 તેરી સોસાયટી મેં મશહૂર હો ગયા. 

સારી સોસાયટી કે લોગ શક

ઔર વો જલન કી નિગાહ સે દેખતા રહા.

ઓ દિલવાલી ! આજ હમને ગજબ કર દિયા,

બરસોં બાદ,વો તૂટા હુઆ દિલ,

ફેસબુકપે હમ દોનોંને ફિરસે જોડ દિયા.

(પંકજદાંડી)

 

એજ તો અમારું દાંડી છે

 

એજ તો અમારું દાંડી છે

જયાં મેકડોનાલ્ડ અને સબ વે નથી,

જયાં કોઈ હોટેલ અને મોટેલ નથી.

જયાં વિજયના ઢોસા ને ભજીયા છે,

જ્યાં ખારાશવાળી તાજી હવા છે.

જયાં ની હવામાં ચોખ્ખાઈ છે,

જ્યાં ના માણસોમાં સચ્ચાઈ છે.

જ્યાં નેશનલ સોલ્ટ મ્યુઝિયમ છે,

જ્યાં વિકાસ હોવાનું કન્ફ્યુઝન છે.

જયાં મીઠું ઉપાડયું એ ગાંધી છે,

અરે ભઈ, એજ તો અમારું દાંડી છે.

(પંકજદાંડી)

એક સંબંધ એવો પણ હોય

 

એક સંબંધ એવો પણ હોય

એક સંબંધ એવો પણ હોય,

જ્યાં ‘સાહેબ’ શબ્દનો અંતરાય ન હોય.

જ્યાં સ્નેહની સુગંધ હોય, મૈત્રીની મહેંક હોય.

લંચ બોક્સની મીઠાશ ને ભાવની ભીનાશ હોય.

જ્યાં સુરેશ, સુબોધ સહિતની યાદો હોય,

જ્યાં ડાર્લિંગના ભોળપણાની વાતો હોય.

જ્યાં ‘સુરતી આર્ટિકલ’નો પ્રતિબંધ ન હોય,

વળી વઘઇની વાતોનો નિબંધ લખાય.

એ કોનો સબંધ વિચારવાણી જરૂર જ  ન હોય,

ભાઈ, એ તો પંકજ અને ઝેડ.પી.નો જ હોય.

(પંકજદાંડી)

એક ખયાલ આવ્યો.

 

એક ખયાલ આવ્યો.

કોરોનાએ કહેર ફેલાવ્યો,

ઘરમાં રહેવા મજબુર બનાવ્યો.

નવરા બેઠેલાઓએ નખ્ખોદ વાળ્યો,

સોસીયલ મીડિયાનો સહારો ભાળ્યો.

ફેસબુક પર બેઠો પંકજ સળવળ્યો,

અચાનક એક ખયાલ આવ્યો.

ત્રણ વીકથી ઘરે

પણ તારો ટેક્સ ન આવ્યો.

શું તું નારાજ છે ?

કે પછી કોરોનાના ડરમાં

 મારો ખ્યાલ જ ન આવ્યો !

(પંકજદાંડી)

આતંક

 

આતંક

હાથમાં પથ્થર લઈને પ્રસરી ગયો છે આતંક.

ટ્રેનો, બસો અને વાહનોમાં સળગતો આતંક.

જાહેર મિલકતને ક્ષતિ પહોંચાડતો આતંક.

કોમી ભાઈચારાને ખતમ કરતો આતંક. 

દેશ વિરોધી તત્વોનો લુખ્ખો આતંક.

પોલીસની પણ હત્યા કરતો આતંક.

રસ્તા રોકાતો અને તોફાન કરતો આતંક.

રાજકીય પક્ષોના ઈશારે નાચતો આતંક.

(પંકજદાંડી)

અપલોડ

 

અપલોડ

તું ટોરોન્ટોમેં ઇન્સટાગ્રામ પે અપલોડ હોતી રહી,

ઔર મેં મોન્ટ્રિઅલ સે તુઝે ફોલો કરતા રહા. 

તું વોટ્સએપ પે  મુઝે મેસેજ ભેજતી રહી,

ઔર મૈં ફેસબૂક પે તેરી કવિતા લીખતા રહા.

તું કભી મેરી ગલી આ કે ‘હાઉ ડી મોદી’ કહતી રહી,

ઔર મૈં ‘નમસ્તે ટ્રમ્પ’ વાલા રીપ્લાય દેતા રહા.

(પંકજદાંડી)

Wednesday, May 13, 2026

રંજન ક્યાં ગઈ

 

રંજન ક્યાં ગઈ

શું કહું રંજન ક્યાં ગઈ ?

પણ દિલ અમારું લેતી ગઈ.

વિનંતી પ્રભુને એટલી,

લઈશ ના પરીક્ષા કોઈની આટલી.

જુદાં જુદાં શહેરો, હોસ્પિટલો જુદી જુદી,

જુદા જુદા ડોક્ટરો ને નર્સો જુદી જુદી.

ઇન્જેક્શન, ઓપરેશન, દવા અને દુઆ જુદી જુદી.

મહેનત, દોડધામ, ખર્ચ  ને સારવાર જુદી જુદી.

નથી રાખ્યું કઈં અન્ય બાકી

પણ અંતે પરિણામ આવ્યું શૂન્ય શાથી ?

પ્રભુ, સાંભળીશ મારી વિનંતી ?

આપજે એ આત્માને અમર શાંતિ !