આધ્યાત્મિક સિંઘમ
ભક્ત કહે છે; ભક્તિ
વિનાનું જ્ઞાન નકામું છે,
ભક્તિ વિનાનું કર્મ પણ નકામું છે.
જ્ઞાની કહે છે; જ્ઞાન વિનાની
ભક્તિ આંધળી છે,
અને
જ્ઞાન વિનાના કર્મનો કોઈ અર્થ નથી.
મને લાગે છે, કર્મ અને
ભક્તિ એકમેકની નજીક છે,
અને ત્યાં
જ્ઞાનનું હોવું અતિ આવશ્યક છે.
શોધી રહ્યો છું
જ્ઞાન, ભક્તિ અને કર્મનો
ત્રિવેણીસંગમ,
છે કોઈ તમારી
જાણમાં એવો આધ્યાત્મિક સિંઘમ ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment