Thursday, July 2, 2026

બાળપણ કેટલું નિર્દોષ હતું

 

બાળપણ કેટલું નિર્દોષ હતું 

સાઠ વરસ પહેલાં બાળપણ કેટલું નિર્દોષ હતું,

દાંડી ગામનું છેલ્લું ઘર પણ પડોશ હતું.

પપ્પાની સાઇલક પાછળ બેસવા મળતું,

ને બાની સાડીનો પાલવ પકડી ચાલવા મળતું.

આંગણાની ધૂળમાં રોડ બનાવી રમવા મળતું,

ને બળદગાડા પાછળ ઉઘાડા પગે દોડવા મળતું.

ક્યારેક કપાયેલો પતંગ ગુમાવી રડવા મળતું,

ગીલ્લી દંડા ને ક્રિકેટમાં કેચ પકડી હસવા મળતું.

સાચું કહું છું એ દિવસોમાં ઘણું ન્હોતું મળતું,

પણ દોસ્તોના હૃદયમાં સાચું સ્થાન મળતું.

(પંકજદાંડી)

No comments:

Post a Comment