તાલિબાન
હાથમાં કલાશનિકોવ લઈને આવી ગયું તાલિબાન,
પહેલાં ભાગ્યું રશિયા હવે ભાગ્યા નાટો અમેરિકન.
ચાલી ગયું ચીન ભેદી ચાલ, ને સાથમાં પાકિસ્તાન,
ગયું અફઘાનિસ્તાન, હવે તું સાવધ રહેજે હિન્દુસ્તાન.
સભ્યતા ને વિશ્વાસના ઘરમાં ઘુસી ગયા આતંકવાદી,
વિદેશનીતિની કપરી કસોટી આવી ભાઈ નરેન્દ્ર મોદી.
હિન્દુકુશની પહાડી પર ચણાય ગયું આતંકનું મકાન,
ઇસ્લામ ને શરિયતના નામની ખુલશે હવે નવી દુકાન.
કોણે ભાખ્યું હતું ભવિષ્ય જેવું આજનું અફઘાનિસ્તાન ?
સાચવવા કાશ્મીરને હવે તું સાવધ રહેજે હિન્દુસ્તાન.
(પંકજદાંડી)
No comments:
Post a Comment