પ્રિષા
દિવસ આખો ઘરમાં
ગુંજારવ કરે,
પ્રાયનનાં ટોયઝનો
ખડકલો કરે.
ચાર પગે દાદરા
ચડે ઉતરે,
બા ને દાદા સાથે
રમવા રડે.
તું નથી સાપનો
ભારો, નથી રાતનો ઉજાગરો,
ડિયર પ્રિષા, તું તો છે પાવન
તુલસીક્યારો.
તને મળે મોગરાની
મહેંક, ગુલાબની સુગંધ,
જાસૂદની ભવ્યતા, પારિજાતની દિવ્યતા,
કમળની પવિત્રતા, સુર્યમુખીની પ્રબળતા,
ટગરની તાજગી, નરગીસની નજાકત.
સફળતા તને ચૂમે, સુખ તને ગળે લગાવે,
તક તને પસંદ કરે, સમૃદ્ધિ તારો પીછો કરે,
પ્રેમ તને ભેટી
પડે, શ્રેષ્ટ મિત્રો જીવનમાં મળે,
પ્રથમ વર્ષગાંઠ
પર આવા તને દાદાના આશીર્વાદ રહે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment