Thursday, July 2, 2026

લવ છુપાવ્યો મોબાઈલમાં

 

લવ છુપાવ્યો મોબાઈલમાં

કૃષ્ણ ને રાધા મળે જ્યાં છાનાં,

વાતો વોટ્સએપથી કરવાનાં,

સાથ મોરલીનો લેવાનાં,

પણ લવ છુપાવી મોબાઈલમાં.

કૃષ્ણ ને રાધા મળે જ્યાં છાનાં,

હૈયાં હળવાં તો કરવાનાં,

લાઈક ફેસબુકે મળવાનાં.

પણ લવ છુપાવી મોબાઈલમાં.

કૃષ્ણ ને રાધા મળે જ્યાં છાનાં,

લવ ને રોમાન્સ તો રહેવાનાં,

લાગણી બંને  ટ્વિટ કરવાનાં.

પણ લવ છુપાવી મોબાઈલમાં.

કૃષ્ણ ને રાધા મળે છે છાનાં,

મેસેજ કરે છે મસ્ત મઝાના,

પ્રેમ માં પડી એકબીજાના,

પણ લવ છુપાવી મોબાઈલમાં.

(પંકજદાંડી)

 

 

No comments:

Post a Comment