Thursday, July 2, 2026

લાહોરમાં પણ તિરંગો

 

લાહોરમાં પણ તિરંગો

ક્યાં સુધી શહીદ થયેલા ભાઈની રાખડી

બહેનના હાથમાં રહી જશે ?

ક્યાં સુધી શહિદ થયેલા પતિના નામનું

પત્નિનું સિંદૂર ભૂંસાતું રહેશે ?

ક્યાં સુધી શહીદ થયેલા દીકરાના

આખા શરીર માટે માતા તડપતી રહેશે?

શરમાઓ બયાનબાજી કરતા નાગા પોલિટિશિયનો,

લાલકિલ્લાની વાત છોડો, લાલચોક પર જઈ બતાવો,

છાતી હોય તો તિરંગો ત્યાં ફરકાવી બતાવો.

હવે તો સેના જ સત્તા સાંભળે,

ફૂટે તોપ ને ઉડે ફાઈટર આકાશે,

વજ્ર, વિક્રમાદિત્ય, સુખોય, રફાલ,

 બ્રહ્મોસ, પૃથ્વી, અગ્નિ ના પ્રહાર થશે

પછી કાશ્મીર જ નહિ લાહોરમાં પણ

 તિરંગો લહેરાતો દેખાશે 

(પંકજદાંડી)

No comments:

Post a Comment