Thursday, July 2, 2026

ફેસબુક વાળો હું

 

ફેસબુક વાળો હું 

ફેસબુક વાળો હું ને વોટ્સએપ વાળી તું,

લોકડાઉનની રામાયણ સાથે આપણે વળી શું?

ફેસબુકે કરાવું છું ક્યારેક તારી ઓળખાણ,

ઇશ્ક મિજાજી હું ને તું હજુય જાજરમાન.

જાણું છું ટોરોન્ટોમાં તારો ટફ છે સંસાર,

રૂટ કેનાલને સહારે તું ખાય છે કંસાર.

મોન્ટ્રિઅલમાં મારો મસ્ત છે મિજાજ,

મનમાં તારી હાજરીનો કરું છું એહસાસ.

(પંકજદાંડી)

No comments:

Post a Comment