Thursday, July 2, 2026

જીવન

 

જીવન 

અત્યાર સુધી હું જીવ્યો માયાના બંધનમાં,

ઘર, ગામ, કુટુંબ અને મિત્રોના સંબંધમાં,

આ મોહદશામાં જોયું મેં જીવન આકર્ષણ છે.

 

મેં જોયા છે લોકોને સેવાભાવિ સંસ્થામાં,

પોતાનું સર્વસ્વ અર્પિત કરતા બીજામાં,

ત્યારે સમજાયું જીવન તો સમર્પણ છે.

 

સાંભળું છું મીરાં અને મહેતાને ભજનમાં,

ડોકિયું કર્યું મેં એવા ભક્તોના દર્પણમાં,

તેમાં ભાળ્યું તેમનું જીવન પ્રભુદર્શન છે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment