Thursday, July 2, 2026

તુજ તરફ તસલ્લી

 

તુજ તરફ  તસલ્લી 

નથી તુજ વિના મારી નવરાત્રી,

ન તુજ વિના મારી દિવાળી પણ.

હજુ બાકી છે કસર તારી,

અધૂરી છે તારી કવિતા પણ.

કોઈ કહે છે પંકજ પાગલ છે,

કોઈ કહે પુલાવ ખયાલી.

બસ આવી જ તકલીફોમાં

 હું બની ગયો છું સવાલી.

જીવન મારું ઝગમગી જશે,

 ઝંખું બસ એક જાદુની ઝપ્પી.

આનંદ મંગલમ મુજ તરફ,

ને તુજ તરફ  તસલ્લી !

(પંકજદાંડી)

No comments:

Post a Comment