એક હસીન ચહેરો
એક આંખ બંધ રાખી બીજી આંખે હું હતો એને જોતો.
રહેતી એ સુંદર ચહેરા ઉપર વિખરાયેલી એક લટ,
ને રૂપના ઘમંડ વિનાનો એકદમ ચોખ્ખો એનો વટ.
ક્યારેક લાલ તો ક્યારેક લીલી ને વળી કોક દિ કાળી,
રીબીનથી બંધાયેલ એક, તો ક્યારેક બે ચોટલી વાળી.
નાજુક નમણો ફૂલ ગુલાબી ચહેરો ને મસ્ત મસ્ત બે આંખો,
વાત વાતમાં મેં કરી કરી શરારત ને ફૂટી પ્રેમની પાંખો.
પણ પછી ઉનાળુ વેકેશનમાં અચાનક ગાડી પાટેથી ઉતરી,
ને ગામના ટપાલીને હાથે મળી મને એના લગ્નની કંકોતરી.
(પંકજદાંડી)
No comments:
Post a Comment