Thursday, July 2, 2026

પછી માફ નહીં કરે તમને હિન્દુસ્તાન

 

પછી માફ નહીં કરે તમને હિન્દુસ્તાન 

અબજ ઉપરની વસ્તીના આ દેશમાં કાલે થયું અજબ,  

વિજયાદશમીના દિને રાવણ ગર્જ્યો ગજબ.

સળગવા પહેલાં દેશભરનાં રાવણનાં પૂતળાં બોલ્યાં;

રામ રૂપ ધરીને આવેલ હે માનવ !

 હાથમાં ધનુષ લઈને દર વર્ષે આમ દોડી આવો છો,

શરમ નથી આવતી પૂતળા પર શોર્ય બતાવવામાં?

શું મારવા માટે હું  જ મળું છું ??

તમારા ભારતવર્ષમાં રાવણોનો દુકાળ છે ???

કહેવાતા બ્રહ્મચારીઓ તો ભોગવિલાસી છે,

તમારા જ વિભિષણોની કૃપાથી ચીન નાચી રહ્યું છે,

પાકિસ્તાન કાશ્મિરમાં જવાનોનાં માથાં વાઢી રહ્યું છે.

તમારા  VVIP કુંભકરણો પાંચ વરસે જાગે છે,

કૈકેઇઓ અપાર છે ને કૌશલ્યાનો દુકાળ છે.

કિસાનોને બહાને ટિકૈત ટક્કર લઇ રહ્યો છે,

ને આશિષ મિશ્રા મુસીબત વધારી રહ્યો છે.

નકલી હનુમાનોથી થઇ જાઓ સાવધાન,

મોદીજી, પછી માફ નહીં કરે હિન્દુસ્તાન.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment