Thursday, July 2, 2026

જગતનો આ જ નિયમ છે

 

જગતનો આ જ નિયમ છે

તમને કદાચ ખબર નહીં હોય

પણ જગતનો આ જ નિયમ છે,

જ્યાં સુધી તમે ઘરમાં પૈસા લાવશો

 ત્યાં સુધી જ ઘરનાં લોકોને તમે ગમશો.

ત્યાં સુધી જ તેઓ તમારી આગળ પાછળ રહેશે.

પણ જેવા તમે નિવૃત્ત થશો,

પૂરતું બેન્ક બેલેન્સ અને પેન્સન ન હશે તો

તમને બાજુ પર મૂકી દેવાશે.

તમારી જ વહુ તમે સાંભળો એમ બોલશે;

હવે તો બાપુજી જાય તો સારું.’

તમને ખુબ માઠું લાગશે, આંખો રડી પડશે  

પણ, જગતનો આ જ નિયમ છે.

માટે થોડુંક પોતાને માટે પણ જીવો.

(પંકજદાંડી)

No comments:

Post a Comment