માનવી સુધરશે ખરો
હે પ્રભુ !
સતયુગના
રાવણે શું કરેલું ?
બહેનના અપમાનનો બદલો લેવા,
દુશ્મનની
પત્નીનું હરણ.
છતાં
સજામાં મળ્યું મરણ.
તેણે ભલે
સત્કર્મ ન કર્યું, પણ કુકર્મ ક્યાં કર્યું ?
ધાક-ધમકી, પ્રલોભનો આપીને પણ
સીતાને
પવિત્ર ન્હો’તાં
રાખ્યાં ?
છતાં તને દર વર્ષે જાહેરમાં બાળવામાં આવે છે.
હવે
દિલ્હીમાં 56 ઇંચની છાતી છે,
ને યુપીમાં
યોગી નામે હાથી છે.
છતાંય
બિન્દાસ્ત બળાત્કારી છે,
ને
દુર્યોધનનો દુષ્પ્રભાવ જારી છે.
લખીમપુર
ખીરી તાજું ઉદાહરણ છે,
નથી રહ્યું
પવિત્ર એ કાશીનું મરણ છે.
શું
રામમંદિર બન્યા પછી પણ માનવી સુધરશે ખરો ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment