Thursday, July 2, 2026

પ્રીતિને......

 

પ્રીતિને......

31 મે નો સૂરજ આથમી જશે ને તું ભૂતપૂર્વ થઇ જશે,

પહેલી જુનની સવાર થશે ને પેન્શનનો આધાર જોશે.

હજુ તને બ્લેકબોર્ડ પર કશુંક લખી દેવાની ઈચ્છા જાગશે,

એકાદ ઓનલાઇન ક્લાસ લઇ લેવાની તમન્ના ય જાગશે.

જાણ્યું તેં સાયકોલોજીના સ્પેલમાં સાયલન્ટ P નું રહસ્ય,

ને હવે સમજાશે નિવૃત્ત જીવનમાં સાયલન્સનું મહત્વ.

પણ હવે ન વહેલા ઉઠવાની માથાકૂટ, ન વાહનની ઝંઝટ,

નથી હવે તારે મારવાનું ઝાડું, ધોવાનાં વાસણ-કપડાં ફટાફટ.

જીવે તું સ્વસ્થ સુખી ને નિરામય જીવન, ન વાદ કે વિવાદ,

ઝટપટ ઇમિગ્રેશન કેનેડા એજ મોટાભાઈના આશીર્વાદ.

(પંકજદાંડી)

 

પંકજ, પરિમલ અને પ્રીતિ; અમે ત્રણ ભાઈ-બહેનોમાં હું સૌથી મોટો અને પ્રીતિ સૌથી નાની. છતાં વક્રતા એ છે કે મને હજુ નિવૃત્તિનાં પાંચ વર્ષ બાકી છે અને નાની બહેન ગડત હાઈસ્કૂલમાંથી રિટાયર્ડ થઇ રહી છે. હવે હું એની અદેખાઈ ન કરું તો શું કરું ??????

No comments:

Post a Comment