Thursday, July 2, 2026

વિનય મંદિર

 

વિનય મંદિર

ચાલો આપણે ફરી એક વાર નાના થઇ જઈએ,

ચાલો આપણે ફરી એક વાર સ્કુલે જઈએ.

પ્રાર્થના સભામાં સંભાળીએ ધીરુભાઈનું ‘હાલ –ભારત’

ને ગુજરાતીના ક્લાસમાં શાન્તુભાઈનું  ‘મહાભારત.’

અજીતભાઈનું ‘વિજ્ઞાન’ અને મહેશભાઈનું ‘ગણિત’ ભણીએ.

કેશવભાઈના સમાજ નવ નિર્માણમાં ‘બોર’ થઈએ.

જગદીશભાઈની ‘ભૂગોળ’ બગાડીએ,

ને ધીરુભાઈના ઇંગ્લીશમાં ‘ગોથું’ ખાઈએ.

અમરતભાઈ ને ‘પ્રેક્ટીકલ’ કરાવીએ, ને પાર્વતીબેન ને નહીં ગાંઠીએ.

ટ્રેઇલર ભરીને શેરડી ખાવા જઈએ, શરદ પુનમના દૂધ પૌવા ખાઈએ.

સામેના મેદાનમાં રમાતી ક્રિકેટની મેચ જોઈએ

સ્કુલ છૂટ્યા બાદ ઘરે જઈ પતંગની પેચ લઈએ.

એકાદ ક્લાસ બંક કરીએ, ને દરિયા કિનારે જંપ કરીએ.

કોઈની બોરડીના બોર ખાવા જઈએ, પાપડીનું ઊંધિયું ખાઈએ.

ડાંગરની રોપણી ને ઝુડણી કરીએ, તપેલા ભરીને ચા પીએ.

વાર્ષિકોત્સવ ઉજવીએ, નાટક, ગરબા ને રાસ ખેલીએ.

લીંબુ ચમચા, કોથળા કૂદ ને સ્લો સાયકલીંગ કરીએ.

ચાલો ફરી એક વાર વિનય મંદિર જઈએ,

ચાલો વધુ એક વાર મઝા માણીએ.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment