બાનો 88મો બર્થ ડે
એક્સ્ટ્રીમ કોલ્ડ વિન્ટરમાં
મોન્ટ્રિઅલના બ્લેક
આઈસ ઉપર ચાલતાં
લાપસી પડું ને 'ઓ...બા...' બોલી જવાય છે.
પણ ત્યારે સાત સમંદર
પાર મારી બા નું હૃદય
ભર ઊંઘમાં પણ ધબકારા
ચુકી જાય છે.
એ જ તો સાબિતી છે,
મારા અને મારી બા
વચ્ચેના,
લાગણીભર્યા સંબંધોના વાઈબ્રેશનની.
‘વિશિંગ યુ હેપ્પી બર્થ ડે
બા’
આજની પોસ્ટ તારા 88મા જન્મદિનની.
(પંકજદાંડી)
No comments:
Post a Comment