Thursday, July 2, 2026

દોસ્તો

 

દોસ્તો 

સમય મૂલ્યવાન છે, બરબાદ ન કરો દોસ્તો,

દુઃખમાંથી પણ ખુશીનો ખજાનો શોધી લો દોસ્તો.

 તકલીફમાં માર્ગ જાતમહેનતતથી શોધો દોસ્તો,  

દરેક વેળા કિસ્તમતને ટોક્યા ન કરો દોસ્તો.

દાન આરોગ્યમંદિરને આપવું જરૂરી છે દોસ્તો

ક્યારેક વિદ્યામંદિરને પણ અજમાવી જોજો દોસ્તો.

ઉપર ઉઠશો તો નીચે પડશો પણ જરૂર દોસ્તો,

પણ પડયા પછી પોતે જ ઉભા થઇ જજો દોસ્તો.

 મહામારી કોવિદને લાઈટલી ન લેશો દોસ્તો,

વેક્સીન લઈને સેલ્ફ સિક્યોર થઇ જજો દોસ્તો.

 (પંકજદાંડી)

 

No comments:

Post a Comment