Thursday, July 2, 2026

દુર્ગુણો દૂર કરવાની શક્તિ

 

દુર્ગુણો દૂર કરવાની શક્તિ 

મારા શરીરમાં ગંગા અને યમુના વહે છે,

ધમની અને શિરાઓના સ્વરૂપમાં.

એમાં જ સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશે છે,

કાન, નાક અને નયનના રુપમાં.

એમાં જ કૈલાસધામ છે હૃદયના રૂપમાં.

હજી સુધી મેં કોઈ એવું સ્થાન નથી જોયું,

જે મારા શરીર કરતાં વધુ દિવ્ય હોય.

છતાં હું એ દિવ્ય શરીરની દિવ્યતાને

ક્યારેક ઝાંખપ લગાડું છું,

મારા દુર્ગુણોથી.

મને મારા દુર્ગુણો દૂર કરવાની શક્તિ પ્રદાન હો !

(પંકજદાંડી)

છઠ્ઠી એપ્રિલ 1930ના રોજ દાંડીમાં નમક સત્યાગ્રહ થયો, 1987માં પરિમલનું લગ્ન થયું અને 2012માં અમે મોન્ટ્રિઅલમાં ભાડાના ઘરમાંથી પોતાના ઘરમાં શિફ્ટ થયા. પણ 6 એપ્રિલ 2021ના દિવસે અમારા અમૃતમ ફેમિલીમાં એક નવો રેકર્ડ થયો. મારા દાદા, મકનજીભાઈ અંદાજિત 42 વર્ષ અને મારા પપ્પા, અમૃતભાઈ  61 વર્ષ, 6 માસ અને 20 દિવસનું આયુષ્ય ભોગવી સ્વર્ગે સિધાવી ગયા. મેં મારા પપ્પાનો લાંબા આયુષ્યનો રેકર્ડ તોડી નાખ્યો. હાલ હું કુટુંબનો સૌથી વધુ વયોવૃદ્ધ જીવિત પુરુષ છું. જો કે મારી બા પ્રથમ નંબર ઉપર 88 વર્ષની ઉંમરે લાબું જીવનારી જીવિત વ્યક્તિ છે. મને અહીં સુધી પહોંચાડવામાં મારે આભાર માનવો છે મારા માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની, બાળકો, સગા, સબંધી અને મિત્રોનો. ઉપરાંત દાંડી, સામાપુર, મટવાડ, નવસારી, સુરત, નડિયાદ, અમદાવાદ, છોટાઉદેપુર અને મોન્ટ્રિઅલના વિવિધ ડોકટરો અને હોસ્પીટલોનો જેમણે મને ઘણીવાર જીવન બુસ્ટર પ્રદાન કર્યું. આજની રચના એ સઘળું યાદ કરીને લખી છે.

 

 

No comments:

Post a Comment