યાદનો ઉભરો
આવી ગયો તારી યાદનો ઉભરો, અહીં કવિતામાં એને સીધો ઉતાર્યો,
નથી મળતો કોઈ વેઠિયો,
આથી લીધો સોસીયલ મીડિયાનો સહારો.
સાચું જ કહું છું,
મને તો પ્યાસ લાગી છે તારા મીઠા ટહુકાની,
આથી જ તો કોઈ ને કોઈ બહાને
કરી લઉં છું કોલ કરવાની ગુસ્તાખી.
બનીને તારા ગાલનું ખંજન, તારા ચહેરા પર ચમકવું હતું મારે,
બનીને શ્વાસોચ્છવાસ,
તારા દિલમાં શહેર વસાવવું હતું મારે.
કૃષ્ણ અને રાધા માટે લાંબું અંતર હતું વૃન્દાવનથી
દ્વારિકાનું,
આપણે માટે તો જસ્ટ ક્લિકનું ડિસટન્સ છે ટોરોન્ટોથી
મોન્ટ્રિઅલનું,
ફરી મળીશું, હાલ
તો તું પણ વ્યસ્ત હશે ક્રિસ્ટમસની કેક બનાવવામાં,
ને હું મોન્ટ્રિઅલમાં મસ્ત છું ક્રિસ્ટ્મસ ઇવનો લવ પેગ
બનાવવામાં.
(પંકજદાંડી)
યાદનો ઉભરો
આવી ગયો તારી યાદનો ઉભરો, કવિતામાં અહીં એનો સીધો ઉતારો,
નથી મળતો કોઈ વેઠિયો,
આથી લીધો સોસીયલ મીડિયાનો સહારો.
સાચું જ કહું છું,
મને તો પ્યાસ લાગી છે તારા મીઠા ટહુકાની,
આથી જ તો કોઈ ને કોઈ બહાને
કરી લઉં છું ગુસ્તાખી કોલ કરવાની.
તારા ગુલાબી ગાલના ખંજનમાં ખેલવી હતી કેટલી યે T-20
ને ODI મારે,
બનીને ઓલરાઉન્ડર તારા દિલમાં થોડીક ટેસ્ટ સીરીઝ રમવી હતી મારે
ફરી મળીશું, હાલ
તો તું પણ વ્યસ્ત હશે ક્રિસ્ટમસની કેક બનાવવામાં,
ને હું મિત્રો જોડે
મસ્ત છું ક્રિસ્ટ્મસ ઇવનો ‘લવ પેગ’ બનાવવામાં.
મોન્ટ્રિઅલના વેધરે પકડયું છે ‘ફીલ્સ લાઈક માઇનસ ફોર્ટીન’નું ગીયર
આવી કાતિલ ઠંડીમાં ‘વિશિંગ
યુ આ હેપ્પી મેરી ક્રિસ્ટમસ ડિયર’ !
(પંકજદાંડી)
No comments:
Post a Comment