ડહાપણ
પ્રભુ !
મારી બાસઠ વરસની
ઉંમરને અંતે,
મારે કેટલીક ટેવો
બદલવી છે.
પણ,
એ બદલી શકાય એવી હિંમત મને આપ.
અને એ પૈકીની કોઈ
ટેવ બદલી શકું જ નહીં
તો,
તેને સ્વીકારવા માટેની પ્રસન્નતા આપજે.
અને એક ખાસ
વિનંતી પણ કરી લઉં,
આ બે વચ્ચેનો
તફાવત સમજવાનું
‘ડહાપણ’ મને ‘બર્થડે ગિફ્ટ’માં જરુર
આપજે.
(પંકજદાંડી)
હું મારો બર્થડે
પ્રાઈમ મિનિસ્ટર મોદીજી અને સ્પિનર અશ્વિન જોડે શેર કરું છું. પરંતુ તંદુરસ્તીની
વિકેટ ઉપર મારા જીવન ક્રિકેટનું બેટિંગ સંગીન રહ્યું નથી. અનેક બાઉન્સર, સ્વિંગ, યોર્કર સામે ઝીંક
ઝીલીને અપીલો, રિવ્યુઝ અને
હોટસ્પોટથી પણ બચીને મેં આજે 62 પુરા કર્યા. આજની રચના મને જ અર્પણ
ખુબ ખુબ અભિનંદન
!
No comments:
Post a Comment