પ્રભુ તું કોણ છો ?
પ્રભુ
તું કોણ છો ?
પ્રભુ !
હું મંદિરે જાઉં છું, તારા દર્શન કાજે.
તારી મૂર્તિ સમક્ષ હાથ જોડીને ઉભો રહું છું,
ક્યારેક બે પાંચ મિનિટ શાંતિથી બેસું પણ છું.
પણ હું એ ભૂલી જાઉં છું કે તું તો સર્વવ્યાપી છે.
રોજ સવારે તને ઘડી બે ઘડીની પ્રાર્થના કરું છું.
પણ ત્યારે યાદ નથી રહેતું કે,
તું તો એ પ્રાર્થનાના
શબ્દોથી ય પર છે.
હું ક્યારેક તારા વિચારોના ચકડોળે ચડું છું,
પણ વળી પાછું ભૂલી જવાય છે કે,
તું તો વિચારથી ય
પર છે.
હે પ્રભુ, જસ્ટ લેટ મી નો પ્લીઝ...
તું કોણ છે? ક્યાં છે? શું છે ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment