Thursday, July 2, 2026

મેં ભગવાનને પૂછ્યું

 

મેં ભગવાનને પૂછ્યું 

એક દિવસ મેં ભગવાનને પૂછ્યું;

મારા હૃદયમાં આ અકળામણ શાને ?

મંદ મંદ હસીને ભગવાન બોલ્યા:

તારી ઈચ્છાઓ કઈંક જુદી હતી,

ને તારા રસ્તા કઈંક જુદા છે.

આત્માના અવાજને ઓળખવાનો હતો તારે,

ને તું ધનના ઢગલા કરવા દોડી ગયો.

ઇન્ડિયામાં રહીને હિન્દુસ્તાની બનવું હતું તારે,

ને કેનેડિયન થઇ જવામાં જોર લગાવ્યું હતું તેં.

સપના જોતો હતો દાંડીના દરિયા કિનારેના,

ને પ્રયત્નો કરતો રહ્યો મુકામ મોન્ટ્રિઅલના.

હવે ગૂંચવણ વધી, શું મેં કેનેડા આવીને ભૂલ કરી?

ના...ના...ના...  જે થયું તે સારા માટે

એમાં પણ પ્રભુની જ મરજી.

(પંકજદાંડી)

....

 

 

No comments:

Post a Comment