Thursday, July 2, 2026

પ્રાયન 2021

 

પ્રાયન 2021 

ઉમર છે તારી નાની, ને સમજમાં પણ ઘણી નાદાની,

રમત દાદા સાથે રમી, ને લે દાદા જ મઝા હારવાની.

આજે તારો અવતરણ દિવસ, એ વાત ફેસબુકે જાણી,

સદ્દનસીબ છે તું, મોદી પણ વહાવશે દિલ્હીથી વધામણી.

તું ખુબ ખુશ રહે, અને સફળ થાય તારી સઘળી મનોવાણી,

બર્થ ડે બ્લેસિંગના શબ્દોની, દાદાએ ભેટ તને આણી.

(પંકજદાંડી)

No comments:

Post a Comment