Thursday, July 2, 2026

તારી યાદ

 

તારી યાદ 

જયારે ફેસબુકના પેજ પર તારી તસ્વીર ઝબકી જાય,

ત્યારે મારા દિલમાંથી ઉઠેલી ચાહતને શબ્દ મળી જાય.

વિચલિત હૃદય જરૂર થાય, વેદના પણ ઘણી અનુભવે,

પછી મનમાં રહેલી તારી યાદ લખવા માટે મજબુર કરે.

સ્ક્રીન પર તારું સ્માઇલિંગ પિક્ચર કોયલ જેવું ગાન કરે,

જોઈ સાંભળી પ્રૌઢ પંકજનું મન કવિતાનું જ્ઞાન ભરે.

દિલમાંથી ઉઠેલા શબ્દોને કી પેડ પર સ્થાન મળે,

ને ફેસબુક પર ઝગમગવા માંહોમાંહે ઝગડી પડે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment